આગામી 3 કલાક ગુજરાત માટે અતિભારે! 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ: વાવાઝોડા જેવો પવન ફૂંકાશે

Gujarat Weather Update: ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સુરતના અડાજણ, પાલ, રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. 
 

1/9
image

Weather Update: રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો હોવાથી ચોમાસાની ઋતુ પહેલા જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અચાનક આવેલા ફેરફારને કારણે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. આ પછી ગોંડલ, જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિના ભાગ રૂપે ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે.   

2/9
image

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા છે. એની અસર ગુજરાત પર પણ જોવા મળશે. બીજી બાજુ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે. 

ક્યારે પડી શકે છે વરસાદ?

3/9
image

આજે સવારથી જ ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા. આ સાથે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર જેવા જિલ્લાઓના લગભગ 16 તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો છે. 22 થી 23 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં હાલમાં વરસાદી સિસ્ટમ રચાઈ રહી છે. આ સમયે અરબી સમુદ્ર સંપૂર્ણપણે સક્રિય છે. તેથી, 22 મે સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ રહેશે.

4 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ માટે રેડ એલર્ટ

4/9
image

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે, જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેમ કે ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ 62-87 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડા સાથે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

5/9
image

અન્ય જિલ્લાઓમાં 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડા અને ગાજવીજ સાથે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગરહવેલી જેવા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય દાદરા નગરહવેલી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, આનંદ, ખેરા, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે.  તે સિવાય મોરબી, સુરેન્દ્રનગર, મહિસાગર જેમાં હળવા વરસાદ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. 

6/9
image

ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

7/9
image

ગુજરાત પર  વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે. આજથી અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થશે, જે કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે ભારે અને તોફાની વરસાદની શક્યતા રહેલી છે.

8/9
image

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાાઝોડાની અસર થઈ શકે છે. આગામી 28 મે બાદ બીજી સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદની શક્યતાઓ. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. 20 જૂને ગુજરાતના ઘણા ભાગોમાં પડી શકે ભારે વરસાદ.

ગુજરાતમાં સારું ચોમાસું જોવા મળશે

9/9
image

એકસાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે, જેમાં એક સિસ્ટમ રાજસ્થાન તરફ, જ્યારે બીજી અરબી સમુદ્રના સક્રિય પ્રવાહમાં, જેમાં હાલ અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે. 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. પરિસ્થિતિ જોતાં ગુજરાતમાં પણ ચોમાસા અંગે સારી પરિસ્થિતિ જોવા મળશે.