Richest Person in Surat: સુરતના કરોડપતિઓ, આ 6 લોકો પાસે છે 1 હજાર કરોડથી વધુની સંપત્તિ

Top Richest Person in Gujarat Surat: સુરત હીરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. સુરતમાં હીરો સિવાય અનેક ઉદ્યોગો આવેલા છે. 360 વન વેલ્થ અને ક્રિસિલે ભારતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા લોકોનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આજે અમે તમને સુરતના છ સૌથી વધુ સંપત્તિ ધરાવતા લોકોની માહિતી આપીશું.

કરોડપતિ

1/8
image

360 વન વેલ્થ અને ક્રિસિલે ભારતમાં ધનવાનોનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં સુરતના કરોડપતિઓ પણ સામેલ છે. આજે અમે તમને સુરતના છ એવા લોકો વિશે માહિતી આપીશું, જેની પાસે 1 હજાર કરોડ રૂપિયાથી વધુનું સંપત્તિ છે.

1 હજાર કરોડથી વધુની સંપત્તિ

2/8
image

સુરતમાં 6 લોકો એવા આવેલા છે જેની સંપત્તિ 1 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આજે અમે તમને કરોડપતિ સુરતીઓના નામ વિશે માહિતી આપીશું.

ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ

3/8
image

KPI ગ્રીન એનર્જીના ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ સુરતના સૌથી ધનીક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 6008 કરોડ રૂપિયા છે. તેઓ કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

પુર્ણિમા અશ્વિન દેસાઈ

4/8
image

સુરતમાં રહેતા અને કેમિકલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પુર્ણિમા અશ્વિન દેસાઈ સુરતના બીજા સૌથી ધનીક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 3837 કરોડ રૂપિયા છે.

કિરણ છોટુભાઈ પટેલ

5/8
image

સુરતના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ તરીકે કિરણ છોટુભાઈ પટેલ છે. તેઓ અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના માલિક છે. તેમની કંપની કેમિકલ્સના વ્યવસાયમાં છે. તેમની કુલ સંપત્તિ 2860 કરોડ છે.  

રોહન અશ્વિન દેસાઈ

6/8
image

એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના રોહન અશ્વિન દેસાઈ સુરતના ચોથા સૌથી ધનીક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 1963 કરોડ રૂપિયા છે.  

અશ્વિન જયંતિલાલ દેસાઈ

7/8
image

એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અશ્વિન જયંતિલાલ દેસાઈ પણ સુરતના સૌથી ધનીક વ્યક્તિમાં સામેલ છે. અશ્વિન દેસાઈની કુલ સંપત્તિ 1499 કરોડ રૂપિયા છે.

આનંદ સુરેશભાઈ દેસાઈ

8/8
image

અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના આનંદ દેસાઈ સુરતના છઠ્ઠા સૌથી ધનીક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 1455 કરોડ રૂપિયા છે.