આજથી શરૂ થશે કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ખતરો, અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. કમોસમી વરસાદને કારણે બફારો વધી ગયો છે. બીજીતરફ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.

આજે આ શહેરોમાં પડી શકે છે વરસાદ

1/5
image

હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં 15 મેએ પણ વરસાદ પડી શકે છે. ગુરૂવારે રાજ્યમાં ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલની આગાહી

2/5
image

હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં 15 મેએ પણ વરસાદ પડી શકે છે. ગુરૂવારે રાજ્યમાં ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.. રાજ્યમાં હજૂ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તો 15 થી 19 મે દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. 

3/5
image

કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે . 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે.  

4/5
image

આ વર્ષે હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. મે મહિનો ભારે ગરમીનો મહિનો છે, પરંતુ હવામાનમાં સતત ફેરફારને કારણે, દેશની રાજધાની સહિત ઘણા રાજ્યોમાં હવામાન હજુ પણ ખુશનુમા છે. એક સમયે જ્યારે લોકો કાળઝાળ ગરમી અને ગરમ પવનોનો સામનો કરતા હતા, ત્યારે વરસાદ અને ઠંડી પવન લોકોને તાજગી આપે છે.   

આ દિવસે ગુજરાતમાં પહોંચશે ચોમાસું

5/5
image

કેન્દ્રીય હવામાન વિભાગ પ્રમાણે 15 જૂને, ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, મધ્ય છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્યમાં પહોંચી ગયું હોત. 20 જૂને ચોમાસુ મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો, ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ પહોંચી શકે છે. ચોમાસુ દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં સૌથી છેલ્લે પહોંચે છે. આ વખતે, ચોમાસુ 25 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ મધ્ય, જમ્મુ અને કાશ્મીરને આવરી લે તેવી અપેક્ષા છે.