₹323થી તૂટીને ₹4 પર આવ્યો સ્ટોક, હવે શેરમાં ભારે ખરીદી, કંપનીને મળવાનો છે નવો ખરીદનાર
Heavy Buying: દિગ્ગજ ગ્રુપની કંપની હાલ નાદારીથી પસાર થઈ રહી છે, ત્યારે તેને ખરીદવા JSW, દાલમિયા ભારત, જિંદાલ પાવર, વેદાંત, GMR, વેલ્સપન અને ટોરેન્ટ જેવા મોટા નામોએ કંપનીને હસ્તગત કરવામાં રસ દર્શાવ્યો છે. માત્ર અદાણી ગ્રુપ જ નહીં પરંતુ દિલ્હી સ્થિત એક મોટું ઔદ્યોગિક ગ્રુપ પણ સમયમર્યાદા પહેલાં પોતાનો EOI સબમિટ કરે તેવી શક્યતા છે. અદાણી સહિત અનેક મોટા ગ્રુપો આ કંપનીને ટેકઓવર કરવાની પ્રક્રિયામાં જોડાયા છે.
Heavy Buying: આ કંપનીના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના શેર આજે એટલે કે 21 માર્ચના રોજ 5% નો વધારો જોવા મળ્યો અને 4.03 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેર જે સતત ઘટી રહ્યો હતો, તેમાં છેલ્લા ત્રણ દિવસથી જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન શેર લગભગ 10% વધ્યો છે. શેરમાં આ વધારા પાછળ કંપની તરફથી સારા સમાચાર છે. હકીકતમાં, અદાણી સહિતના મોટા જૂથો નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી કંપનીને ટેકઓવર કરવાની રેસમાં છે.
કેટલાક અગ્રણી બિઝનેસ જૂથો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિમેન્ટ ક્ષેત્રોમાં સંભવિત સંપાદન પર નજર રાખી રહ્યા હોવાના અહેવાલ છે. ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, JSW, દાલમિયા ભારત, જિંદાલ પાવર, વેદાંત, GMR, વેલ્સપન અને ટોરેન્ટ જેવા મોટા નામોએ જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL) ને હસ્તગત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માત્ર અદાણી ગ્રુપ જ નહીં પરંતુ દિલ્હીનું એક મોટું ઔદ્યોગિક ગ્રુપ પણ સમયમર્યાદા પહેલાં પોતાનો EOI સબમિટ કરે તેવી શક્યતા છે.
કોટક અલ્ટરનેટ એસેટ્સ પણ આ રેસમાં છે. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) સબમિટ કરવાની છેલ્લી તારીખ 25 માર્ચ છે. શરૂઆતની ચર્ચાઓના આધારે, JAL ની સંપત્તિનું મૂલ્ય $2 બિલિયન (રૂ. 17,300 કરોડ) થી વધુ હોઈ શકે છે. રૂ. 55,493.43 કરોડના કુલ દેવું સાથે, JAL હવે કોર્પોરેટ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ છે.
તમને જણાવી દઈએ કે જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડના શેર સતત ઘટી રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 31%નો ઘટાડો થયો છે, છેલ્લા છ મહિનામાં 41% અને એક વર્ષમાં 78%નો ઘટાડો થયો છે. 4 જાન્યુઆરીએ આ શેર 323 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ 2008 માં શેરનો ભાવ હતો.
એટલે કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમાં લગભગ 99%નો ઘટાડો નોંધાયો છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત 22.75 રૂપિયા અને 52 સપ્તાહની નીચી કિંમત 3.41 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1,006 કરોડ રૂપિયા છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos