Hair Growth Tips: આ 4 આયુર્વેદિક હર્બ્સ વાળ માટે બેસ્ટ, ઝડપથી લાંબા થશે વાળ
Hair Growth Tips: લાંબા કાળા વાળ દરેક યુવતીને પસંદ હોય છે. પરંતુ વાળ સંબંધિત કોઈને કોઈ સમસ્યા રહેતી હોય છે જેના કારણે વાળ પાતળા થઈ જાય છે અને લાંબા પણ થતા નથી. વાળનો ગ્રોથ વધારવો હોય તો તેના માટે વાળને પોષણ મળે તે વાત પર ધ્યાન આપવું. એવી 4 વસ્તુઓ છે જે વાળની સુંદરતા અને લંબાઈ વધારી શકે છે.
વાળ માટે આયુર્વેદિક ટીપ્સ
વાળનો ગ્રોથ વધારવા માટે આયુર્વેદની કેટલીક ટીપ્સ ફોલો કરી શકાય છે. કેટલાક એવા નુસખા છે જેને અપનાવવાથી વાળનો ગ્રોથ વધે છે. આ વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
આમળા ખાવા
આમળાનું સેવન કરવાથી હેર ગ્રોથ વધે છે અને ખરતાં વાળ અટકે છે. તેના માટે રોજ આમળાનો રસ પી શકાય છે. આમળાનું ચૂર્ણ પણ વાળને લાભ કરે છે.
જાસૂદની ચા
જાસૂદના ફૂલ વાળ માટે લાભકારી છે. તેની ચા પીવાથી શરીર અને વાળ બંનેને લાભ થાય છે. આ ચા પીવાથી વાળ સંબંધિત સમસ્યાઓ દુર થશે.
એલોવેરા જેલ
ઉનાળામાં તડકાના કારણે વાળ અને સ્કેલ્પને નુકસાન થાય છે. તેવામાં માથામાં એલોવેરા જેલ અપ્લાય કરી શકાય છે. એલોવેરા જેલ સ્કેલ્પને ઠંડક આપે છે અને વાળને પોષણ પણ મળે છે.
આયુર્વેદિક તેલ
ઉનાળામાં વાળને હેલ્ધી રાખવા માટે હેર મસાજ જરૂરી છે. તેના માટે આયુર્વેદિક તેલથી મસાજ કરી શકાય છે. શેમ્પૂ કરતા પહેલા વાળમાં તેલ નાખવાથી વાળ સુંદર રહે છે.
Trending Photos