લગ્ન બાદ પહેલીવાર IPL રમશે આ 5 ક્રિકેટર, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ
IPL 2025 : IPL શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ચાહકો પણ આ સિઝન માટે ખૂબ જ ઉત્સુક છે. IPL દરમિયાન ક્રિકેટરોની પત્નીઓ અને તેમની ગર્લફ્રેન્ડને લઈને ઘણી ચર્ચા થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવા કયા ખેલાડીઓ છે જે લગ્ન પછી પહેલીવાર IPL રમતા જોવા મળશે.
22 માર્ચથી IPL 2025ની શરૂઆત થવા જઈ રહી છે. IPL દરમિયાન ક્રિકેટરોની પત્નીઓ અને ગર્લફ્રેન્ડો મેચ જોવા આવતી હોય છે, ત્યારે આ વખતે એવા કેટલાક ખેલાડીઓ છે જે લગ્ન બાદ પહેલીવાર IPL રમવા ઉતરશે.
ભારતીય ક્રિકેટર વેંકટેશ અય્યર લગ્ન બાદ પહેલીવાર IPL રમતા જોવા મળશે. વેંકટેશ અય્યરે IPL 2024 પછી તરત જ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે 2 જૂન 2024ના રોજ વેંકટેશ અય્યરે શ્રુતિ રઘુનાથન સાથે લગ્ન કર્યા હતા. KKRએ IPL 2025માં ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ચેતન સાકરિયા પણ IPL 2025માં KKR સાથે જોડાયો છે. તેને ઉમરાન મલિકના સ્થાને 75 લાખ રૂપિયામાં લેવામાં આવ્યો છે. તેણે જુલાઈ 2024માં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મેઘના જાંબુચા સાથે લગ્ન કર્યા છે.
મોહસીન ખાને 11 નવેમ્બર 2024ના રોજ લગ્ન કર્યા હતા. જો કે, સોશિયલ મીડિયા પર તેની પત્ની વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. મોહસીન ખાનને IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સે જાળવી રાખ્યો છે.
હરપ્રીત બ્રારે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેની પત્નીનું નામ મોલી સંધુ છે. મોલી સંધુના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અનુસાર, તે વ્યવસાયે ડોક્ટર છે. હરપ્રીત IPL 2025માં પંજાબ કિંગ્સનો ભાગ છે.
રાશિદ ખાન પણ લગ્ન બાદ પહેલીવાર IPL રમશે. રાશિદના લગ્ન 3 ઓક્ટોબર 2024ના રોજ કાબુલમાં થયા હતા. તમને જણાવી દઈએ કે રાશિદ IPLમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે.
Trending Photos