આ 5 શાકભાજી ઓછું કરી શકે છે યુરિક એસિડ, સાંધામાં જમા થયેલા દર્દનાક ક્રિસ્ટલ થશે શરીરમાંથી દૂર!

How to Control Uric Acid in summers: અનહેલ્ધી અને ખોટી ખાનપાનની આદતોને કારણે મોટાભાગના લોકો હાઈ યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવો વધે છે. ઉનાળાની ઋતુમાં યુરિક એસિડ વધવાને કારણે આ સમસ્યા ખૂબ વધી જાય છે. યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમે દવાઓની સાથે-સાથે ડાયટની મદદ લઈ શકો છો. ચાલો જાણીએ એવા ફૂડ્સ વિશે જેના સેવનથી યુરિક એસિડ ઘટી શકે છે.

ટામેટા

1/6
image

ટામેટામાં વિટામિન C હોય છે. વિટામિન C યુરિક એસિડનું લેવલ ઘટાડી શકે છે. ઉનાળામાં તમારા ડાયટમાં ટામેટાનો સમાવેશ કરો.

કાકડી

2/6
image

ઉનાળાની ઋતુમાં કાકડી ખાવાથી યુરિક એસિડનું પ્રમાણ ઘટી શકે છે. કાકડીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. ઉનાળાની ઋતુમાં યુરિક એસિડના દર્દીએ પોતાના ડાયટમાં કાકડીનો સમાવેશ કરવો જોઈએ.

લીંબુ

3/6
image

લીંબુનું સેવન કરવાથી યુરિક એસિડનું લેવલ ઘટાડી શકાય છે. રોજ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી યુરિક એસિડ ઓછું થઈ શકે છે.

દૂધી

4/6
image

ઉનાળાની ઋતુમાં તમારા ડાયટમાં દૂધીનો સમાવેશ અવશ્ય કરો. દૂધીનો તમે તમારી ડાયટમાં શાક અથવા રાયતાના રૂપમાં સમાવેશ કરી શકો છો.

પરવલ

5/6
image

પરવલના શાકભાજીમાં વિટામિન C હોય છે. પરવલનું સેવન કરવાથી પ્યુરિનનું મેટાબોલિજ્મ ઝડપી બનાવે છે, જેનાથી પ્યુરિનનું પ્રમાણ ઘટે છે.

Disclaimer

6/6
image

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.