close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

વિશ્વકપમાં આ 6 ગ્લેમરસ મહિલા એન્કર મચાવી રહી છે ધૂમ, ક્રિકેટરોથી ઓછા નથી તેમના ફેન્સ

વિશ્વ કપ મેચમાં શો હોસ્ટ કરનારી મહિલા એન્કરોના દેશ-દુનિયામાં લાખો ફેન્સ છે.   

Jul 11, 2019, 06:03 PM IST

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થયેલા આઈસીસી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચ 14 જુલાઈએ લોર્ડસમાં રમાશે. ક્રિકેટના મહાકુંભનો રોમાંચ આસમાને છે. જો તમે વિચારતા હોવ કે વિશ્વકપ દરમિયાન માત્ર ક્રિકેટર જ સ્ટાર છે, તો તે સંપૂર્ણ પણે સાચુ નથી. વિશ્વ કપ મેચ શરૂ થયા પહેલા અને બાદમાં આવનારા શો તથા તેને હોસ્ટ કરનારી મહિલા એન્કર પણ દર્શકો વચ્ચે ખુબ જાણીતી છે. આજે અમે તમને આવી 5 મહિલા એન્કરો વિશે જણાવી રહ્યાં છીએ. 

1/6

મયંતી લેંગર

મયંતી લેંગર

પ્રેઝન્ટર મયંતી લેંગર સ્ટાર સ્પોર્ટ્સની સાથે કામ કરે છે. મયંતીએ ક્રિકેટની સાથે-સાથે ફુટબોલની મોટી ટૂર્નામેન્ટ પણ કવર કરી છે, જેમાં ફીફા ટૂર્નામેન્ટ સામેલ છે. ફુટબોલમાં મયંતીને શરૂઆતથી શોખ હતો. જ્યારે તે પોતાનો અભ્યાસ યૂએસમાં પૂરો કરી રહી હતી, ત્યારે તેને ફુટબોલ ટૂર્નામેન્ટ કવર કરવાની તક મળી હતી. મયંતી લેંગર ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની પણ છે. વિશ્વ કપ 2019મા મયંતી આઈસીસીએ બનાવેલી રિપ્રેઝન્ટેટિવ છે અને ફોલો ધ બ્લૂઝ જેવા લોકપ્રિય પ્રોગ્રામનો પણ ભાગ છે. 

2/6

ઋિદ્ધિમા પાઠક

ઋિદ્ધિમા પાઠક

એન્જિનિયરથી ટીવી પ્રેઝન્ટર બનેલી ઋિદ્ધિમા પાઠક ઈન્ડિયન મોડલ, અભિનેત્રી અને વોઇસ આર્ટિસ્ટ છે. ટેન સ્પોર્ટ્સ અને સ્ટાર સ્પોર્ટ્સ જેવી ચેનલો પર ઘણા પ્રકારના રમતના શો હોસ્ટ કરવાથી તેને વિશ્વમાં ઓળખ મળી છે. ઝારખંડ રાંચીમાં જન્મેલી ઋિદ્ધિમા પુણે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગ કર્યા બાદ અમેરિકાના એક કોર્પોરેટ હાઉસમાં એનાલિસ્ટ તરીકે જોડાઇને કામ કરી ચુકી છે. ફેમસ એન્કર ઋિદ્ધિમા બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સહિત ધોની અને ચંદા કોચરનું ઈન્ટરવ્યૂ પણ કરી ચુકી છે. 

3/6

ઇસા ગુહા

ઇસા ગુહા

ભારતીય મૂળની ઇસા ગુહા ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમી ચુકી છે. તેણે માત્ર 17 વર્ષની ઉંમરમાં પર્દાપણ કર્યું હતું. ઇસા પ્રથમ મહિલા એશિયન ખેલાડી છે જે ઈંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમી છે. 2009મા જ્યારે ઈંગ્લેન્ડની મહિલા ટીમ વિશ્વ વિજેતા બની, તે સમયે ગુહા તે ટીમમાં હતી. ઇસા તે સમયે વિશ્વ કપમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનારી ખેલાડી બની હતી. ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ ઇસાએ કોમેન્ટ્રી જગતમાં પગ મુક્યો. તે આઈસીસી વિશ્વ કપ 2019મા કોમેન્ટ્રીનો એક શાનદાર અવાજ છે. 

4/6

એલિસન મિચેલ

એલિસન મિચેલ

એલિસન મિચેલ ક્રિકેટર નહીં, પરંતુ હોકી પ્લેયર હતી એલિસને પોતાના કરિયરની શરૂઆત બીબીસીમાં રેડિયો જોકી તરીકે કરી હતી. તે પ્રથમ મહિલા છે, જેણે બીબીસી સ્પેશિયલ ટેસ્ટમાં કોમેન્ટ્રી કરી છે. આ સિવાય તે પ્રથમ મહિલા પણ બની, જેણે પુરૂષ ક્રિકેટમાં કોમેન્ટ્રી કરી. તેણે ઘણા વર્ષો રિપોર્ટિંગમાં પણ પસાર કર્યા. આ સાથે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં કોમેન્ટ્રી કરવાનો પણ અનુભવ છે. 

5/6

એલ્મા સ્મિટ

એલ્મા સ્મિટ

એલ્મા સ્મિટે દક્ષિણ આફ્રિકામાં રેડિયો આરજેના રૂપમાં શરૂઆત કરી હતી. એલ્મા રમત પત્રકાર છે અને તે ક્રિકેટ સિવાય રગ્બી પણ કવર કરે છે. એલ્માએ પોતાની પ્રથમ ટેલિવિઝન પ્રસ્તુતી જોબ આફ્રિકન મ્યૂઝિક ચેનલ એમકે (2010) માટે કરી હતી. તેમાં તેને 2011મા એમકે એવોર્ડ્સનો શો હોસ્ટ કર્યો હતો. હવે તે આઈસીસીની પેલનમાં છે જે વિશ્વકપ 2019 માટે ક્રિકેટરોની સાથે-સાથે પ્રશંસકોની સાથે પણ શો આયોજીત કરી રહી છે. આ તેના માટે વિશ્વભરના અબજો લોકોની સાથે જોડવાનો એક નવો અનુભવ હશે. 

6/6

જૈનબ અબ્બાસ

જૈનબ અબ્બાસ

પાકિસ્તાનની જૈનબ અબ્બાસ આજે પોતાનું નામ ક્રિકેટ કોમેન્ટ્રીની દુનિયામાં ઘણું સારૂ બનાવી ચુકી છે. 31 વર્ષીય જૈનબે લાહોરથી એમબીએ કર્યું છે. ત્યારબાદ તે ક્રિકેટને દિલ આપી બેઠી. જોતા-જોતા તેણે તેમાં પોતાનો ખાસ મુકામ બનાવી લીધો. આજે જૈનબ આઈસીસી વિશ્વકપ 2019મા મહિલા પ્રેઝન્ટર છે. જૈનબે ક્રિકેટરો સાથે વાત કરવી, તેનું ઈન્ટરવ્યૂ કરવું ખુબ પસંદ છે. તેના આ શાનદાર અંદાજથી વિશ્વભરમાં તેના ફેન્સ બનતા જાય ચે.