કાતિલ ઠંડી કે માવઠું કોણ બોલવશે ગુજરાતમાં તબાહી? ડિસેમ્બરની આ તારીખો છે ભારે, અંબાલાલની ઘાતક આગાહી
Ambalal Patel Agahi: આગાહીકાર અંબાલાલ પટેલ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યા છે. ડિસેમ્બરના અંતમાં જગતના તાતે ફરી માવઠાનું જોખમ ઉભુ થયુ છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. ડિસેમ્બરના અંતમાં હળવું ચક્રવાત બનવાની સંભાવના છે. અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે. બન્ને સિસ્ટમના કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે.

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે. તેમણે કહ્યું કે, 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.

10 ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનતા તેની ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. સવારના સમયે હાડ થીજવતી ઠંડી રહેશે, તો બપોરના સમયે 29 ડિગ્રી તાપમાન રહેશે. કોઈ ભાગમાં 30-31 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. 16-17 તારીખે ફરી તાપમાનમાં ફેરફાર થશે. જેના બાદ 22 ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડી પડશે. જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે.

એટલે કે ખેડૂતો હજુ દિવાળી પર આવેલા માવઠાના મારમાંથી બેઠા થયા છે, ત્યારે પાકનો સત્યાનાશ વેરવા માટે બીજુ માવઠું આવી રહ્યું છે. ડિસેમ્બર શરૂ થવા છતાં હજુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી. પરંતુ જો અંબાલાલ પટેલની આગાહી સાચી પડી તો બે દિવસ બાદ આકરી ઠંડીની સાથે-સાથે કમોસમી વરસાદ પણ લોકોની હાલાકી વધારશે. રાજ્યમાં ધીમે-ધીમે હવે ફૂલ ગુલામી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.

આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે તેવું હવામાન નિષ્ણાતનું અનુમાન છે. ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબર કાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં ઠંડી આવી શકે છે. ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં ધરખમ ફેરફાર થવાનો છે. પશ્ચિમી વિક્ષેપ અને સતત સક્રિય સાયક્લોનિક સરક્યુલેશન દેશના ઉત્તર, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વિનાશ લાવી શકે છે.

ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સ્થિત છે. વહેલી સવારે અને મોડી રાત્રે થતો ઠંડીનો અહેસાસ હાલ તો લોકોને સારો લાગી રહ્યો છે. પરંતુ 10 ડિસેમ્બર બાદ આજ ઠંડી લોકોને ઘરોમાં પૂરાઈ રહેવા માટે મજબૂર કરી દેશે. જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા વિશે શું કરી છે આગાહી. અંબાલાલ પટેલે કહ્યું કે, 10-13 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડી જોર પકડશે.
Trending Photos




