નવરાત્રિમાં થાય છે માના આ 9 સ્વરૂપોની પૂજા, Photos

प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।

શારદીય નવરાત્રિ 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. મા દુર્ગાનું આરાધના પર્વ 9 દિવસ સુધી ચાલે છે. સમગ્ર ગુજરાતમાં નવ દિવસ ઉત્સાહનો માહોલ રહે છે. આ નવ દિવસોમાં રીતરિવાજોથી નિયમોનું પાલન કરવામાં આવે છે. તો બંગાળમા દુર્ગા પૂજાના ત્રણ દિવસોનું ખાસ મહત્ત્વ હોય છે. માના 9 રૂપોની પૂજા કરવા પાછળ કારણ અને મહત્ત્વ બંને છે. દેવીના આ રૂપ શાસ્ત્રોમાં આ શ્લોક દ્વારા બતાવવામાં આવ્યા છે. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।। पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति.महागौरीति चाष्टमम्।। नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।

પહેલી નવરાત્રિ મા શૈલપુત્રીની પૂજા

1/9
image

મા દુર્ગા પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી પ્રખ્યાત છે. તેઓ નવ દુર્ગામાં પ્રથમ છે. પર્વતરાજ હિમાલયના ઘર પુત્રી રૂપમાં જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલ પુત્રી પડ્યું. તેમનું વાહન વૃષભ છે. તેથી જ દેવી વૃષારુઢાના નામથી પણ પ્રખ્યાત છે. તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે. તે સતીના નામથી પણ પ્રખ્યાત છે.  

બીજી નવરાત્રિ મા ચંદ્રઘટાની ઉપાસના

2/9
image

નવરાત્રિના પર્વના બીજી દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરાય છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી. એટલે બ્રહ્મચારિણીનો અર્થ થયો તપનો આચરણ કરનારી. તેમણે ભગવાન શંકરને પતિના રૂપમાં મેળવવા માટે ઘોર તપસ્યા કરી હતી. આ કારણે તેમને બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે.

ત્રીજી નવરાત્રિ મા ચંદ્રઘટાની ઉપાસના

3/9
image

મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘટા છે. નવરાત્રિમાં ત્રીજા દિવસે તેમની પૂજા થાય છે. તેમના મસ્તક પર ઘંટાના આકારનો અડધો ચંદ્ર છે, જેના કારણે તેમનુ નામ પડ્યું. તેમના દસ હાથ છે, જેમાં તેઓ અસ્ત્ર-શસ્ત્ર સાથે છે. જોકે, દેવીનુ આ સ્વરૂપ  પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.

ચોથી નવરાત્રિ મા કુષ્માંડાનો દિવસ

4/9
image

નવરાત્રિ પૂજનના ચોથા દિવસે દેવીના કુષ્માણ્ડા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. માન્યતા છે કે, તેમણે પોતાના હાસ્યથી બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું હતું. તેમની આઠ ભુજાઓ છે. સાત હાથમાં તેઓ કમંડળ, ધનુ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલું કળશ, ચક્ર અને ગદા છે. તેમના આઠમા હાથમાં તમામ સિદ્ધીઓ અને નિધીઓ આપનારી જપ માલા છે.

પાંચમી નવરાત્રિ સ્કંદમાતાની પૂજા

5/9
image

નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાની પૂજાનો દિવસ હોય છે. માનવામાં આવે છે કે, તેમની કૃપાથી જ મૂર્ખ પણ જ્ઞાની થઈ જાય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તે કમળના આસન પર બિરાજમાન હોય છે. તેથી તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. તેમનુ વાહન સિંહ છે. 

છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની ઉપાસના

6/9
image

મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનુ નામ કાત્યાયની છે. તેમની ઉપાસનાથી ભક્તોને સરળતાથી અર્થ(ધન), ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહર્ષિ કાત્યાયને પુત્રી પ્રાપ્તિની ઈચ્છાથી મા ભગવતીની કઠોર તપસ્યા કરી હતી. ત્યારે દેવીએ તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો. જેમના પરથી તેમનું નામ પડ્યું હતું. ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે વ્રજની ગોપીઓએ કાલિંદી યમુનાના કિનારે તેમની પૂજા કરી હતી. સારા પતિની કામનાથી કુંવારી યુવતીઓ તેમનું વ્રત રાખે છે.

સાતમા દિવસે મા કાલરાત્રિની ઉપાસના

7/9
image

દુર્ગાપૂજાના સાતમા દિવસે મા કાલરાત્રિની ઉપાસનાનું વિધાન છે. કાલરાત્રિની પૂજા કરવાથી બ્રહ્માંડની તમામ સિદ્ધીઓના દરવાજા ખૂલી જાય છે અને તમામ અસુરી શક્તિઓનો નાશ થાય છે. દેવીના નામથી જ માલૂમ પડે છે કે તેમનું રૂપ ભયાનક છે. તેમના ત્રીજા નેત્ર અને શરીરનું રંગ એકદમ કાળો છે. તેમની કૃપાથી દરેક ભક્ત દરેક પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. 

મા દુર્ગાની આઠમી શક્તિ મહાગૌરી

8/9
image

મા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમની ઉંમર આઠ વર્ષની હોવાનું માનવામાં આવે છે. તેમના તમામ આભૂષણ અને વસ્ત્ર સફેદ હોવાને કારણએ તેમને શ્વેતામ્બરધરા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે, શિવને પતિના રૂપમાં મેળવવા માટે મહગૌરીએ કઠોર તપસ્યા કરી હતી. આ કારણે તેમનું શરીર કાળુ પડી ગયું હતુ. પરંતુ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમના શરીરને ગંગાજળછી ધોઈને કાંતિમય બનાવ્યું હતું. ત્યારથી મા મહાગૌરી કહેવાય છે. તેમની ઉપાસનાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. 

નવરાત્રિ પૂજનના નવમા દિવસે દેવી સિદ્ધીદાત્રીની ઉપાસના

9/9
image

નવરાત્રિ પૂજનના નવમા દિવસે દેવી સિદ્ધીદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય રીતરીવાજો અને પૂરતી નિષ્ઠાથી સાધના કરનારાઓ તમામની સિદ્ધી પ્રાપ્ત થાય છે. ભગવાન શિવે પણ મા સિદ્ધીદાત્રીની કૃપાથી આ તમામ સિદ્ધીઓ પ્રાપ્ત કરી હતી. તેમની કૃપાથી જ મહાદેવનું અડદુ શરીર દેવીનું થયું હતું અને તે અર્ધનારેશ્વર નામથી ઓળખાયા હતા. તેમની સાધનાથી તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે.