close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

દિવાળીમાં આ 5 જગ્યાઓમાંથી એકની કરો પસંદગી, મજા આવશે તેની ગેરેન્ટી

Sep 29, 2018, 03:38 PM IST

ઓક્ટોબર મહિનમાં દેશના લગભગ તમામ ખૂણામાં તહેવારો ઉજવાતા હોય છે. આ મહિને તહેવારોને કારણે ઓફિસોમાં રજા પણ પડે છે. જો તમે પણ મહિનામાં ફેમિલી સાથે કોઈ પ્લાન નથી બનાવ્યો, તો હવે બનાવો. ઓક્ટોબર મહિનામાં દેશના આ ફેમસ શહેરોમાં તહેવારોની રોનક, ખાણીપીણી તથા ખરીદીનો લ્હાવો લઈ શકો છો. આ તહેવારોની સીઝન તમારી ફેમિલી સાથે યાદગાર બની જશે.

1/5

કોલકાત્તામાં દુર્ગા પૂજાની ધૂમ

કોલકાત્તામાં દુર્ગા પૂજાની ધૂમ

નવરાત્રિનો તહેવાર સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ભક્તિથી ઉજવાય છે. પરંતુ કોલકાત્તામાં દુર્ગા પૂજાની વાત જ કંઈક હોય છે. બંગાળમાં દુર્ગા પૂજાને જે રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે, તેને ત્યાં રહીને જોવાનો અદભૂત લ્હાવો હોય છે. અહીંના પંડાલ અને ત્યાં મળનારા પ્રસાદ અને ખાણીપીણીથી દિલ ખુશ થઈ જાય છે.

2/5

બનારસના ઘાટમાં રોનક

બનારસના ઘાટમાં રોનક

બનારસની દિવાળી તો વર્લ્ડ ફેમસ છે. દશેરાથી લઈને દિવાળી સુધી આ શહેરની રોનક જોવાલાયક હોય છે. દિવાળીના પ્રસંગે અહીં તમામ ઘાટને સજાવવામાં આવે છે. અને અહીંની સંધ્યા આરતી જોવા માટે દેશવિદેશથી મુસાફરો આવે છે. બનારસનું લિજ્જતદાર ફૂડ અને અહીં ખરીદી કરવાનું જરા પણ ન ભૂલતા.

3/5

દિલ્હીમાં રજા વિતાવો

દિલ્હીમાં રજા વિતાવો

દિલ્હી ફરવાના હેતુથી ઠંડીની સીઝન સૌથી બેસ્ટ હોય છે. પરંતુ તહેવારોમાં પણ અહીંનો અંદાજ સાવ બદલાઈ જાય છે. ફૂડ ફેસ્ટિવલથી લઈને માર્કેટમાં રોનક છવાઈ જાય છે. દિલ્હીનું ફૂડ અને અહીંથી શોપિંગ કરવું તમારા તહેવારને યાદગાર બનાવી દેશે.

 

4/5

પિંક સિટી જયપુરમાં ખરીદી

પિંક સિટી જયપુરમાં ખરીદી

રાજસ્થાનનું શહેર જયપુર પિંક સિટીના નામથી આખી દુનિયામાં ફેમસ છે. ઓક્ટોબર મહિનામાં અહીંની મોસમ ગુલાબી ગુલાબી થઈ જાય છે. ફરવા ઉપરાંત આ શહેરમાં તમે ખરીદી પણ કરી શકો છો.

5/5

ગોવામાં તહેવારોની પરંપરા

ગોવામાં તહેવારોની પરંપરા

ગોવાનું નામ સાંભળતા જ તમે વિચારો કે અહીં તો મે અને ડિસેમ્બરમાં જ અવાય. પણ એકવારપ ગોવામાં તહેવારોના ફ્લેવર વિશે પણ જાણી લેજો. ગોવામાં ગોવાવાસીઓની દિવાળી જોવાલાયક હોય છે. પારંપરિક નૃત્ય અને સંગીતથી શરૂ થનારી દિવાળી ખાસ હોય છે. અહીં ખાસ વ્યંજન બનાવાય છે. અહીંની દિવાળી 5 દિવસ સુધી ચાલે છે.