ક્યાંક મૃતદેહ સાથે ડાન્સ તો ક્યાંક મિત્ર માટે કાપી નાખે કાંડા... આ છે દુનિયાની સૌથી અજીબ પરંપરા
Unique Tradition: દરેક દેશ અને સમાજની પોતાની અંદર આગવી સંસ્કૃતિ અને પરંપરાઓ હોય છે. પરંતુ કેટલીક પરંપરાઓ એટલી વિચિત્ર અને આશ્ચર્યજનક હોય છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવો જાણીએ દુનિયાની 9 સૌથી અનોખી અને વિચિત્ર પરંપરાઓ વિશે.
પાપુઆ ન્યુ ગિની
પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea)માં એક આદિવાસી જૂથમાં ગાઢ મિત્રતા વ્યક્ત કરવા માટે લોકો તેમના કાંડા કાપીને લોહી વહેવા દે છે. તેને વિશ્વાસ અને ભાઈચારાનું પ્રતીક માનવામાં આવે છે.
ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયા (Indonesia) ની દાનિ જનજાતિમાં જો કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય તો મહિલાઓ પોતાની એક આંગળી કાપીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. આ પરંપરા હવે ધીમે-ધીમે સમાપ્ત થઈ રહી છે, પરંતુ પહેલા તેને પરિવાર માટે પ્રેમનું પ્રતીક માનવામાં આવતું હતું.
મેડાગાસ્કર
મેડાગાસ્કર (Madagascar)ના કેટલાક વિસ્તારો "ફમાદિહાના" નામની પરંપરા મનાવવામાં આવે છે, જેમાં લોકો તેમના પૂર્વજોના મૃતદેહને બહાર કાઢે છે અને તેમની સાથે નૃત્ય કરે છે અને ઉજવણી કરે છે. તે પુનર્જન્મ અને આત્મા માટે આદર સાથે સંકળાયેલ છે.
ઇથોપિયા
ઇથોપિયા (Ethiopia)ની "હમર જનજાતિ" માં છોકરાઓએ બળદની પીઠ પર દોડવાની અનોખો રિવાજ નિભાવવો પડે છે. આ પાર કર્યા પછી તેઓ "પુરુષો" ગણવામાં આવે છે અને લગ્ન કરી શકે છે.
થાઈલેન્ડ
થાઈલેન્ડ (Thailand)ના લોપબુરી શહેરમાં દર વર્ષે વાંદરાઓ માટે ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે. આમાં ફળો, મીઠાઈઓ અને અન્ય વાનગીઓથી ભરેલું ટેબલ સજાવીને હજારો વાંદરાઓને ખવડાવવામાં આવે છે.
ફિનલેન્ડ
ફિનલેન્ડ (Finland)માં એક સ્પર્ધા યોજાય છે, જેમાં પતિઓ પોતાની પત્નીને પીઠ પર લઈને રેસ લગાવે છે. તે વિવાહિત યુગલો વચ્ચે પ્રેમ અને સહકાર દર્શાવવાનો એક માર્ગ માનવામાં આવે છે.
ફિલિપાઇન્સ અને ચીન
ફિલિપાઇન્સ (Philippines) અને ચીન (China)ના કેટલાક સમુદાયોમાં મૃતકોના તાબૂતોને જમીન પર દફનાવવાના બદલે પર્વતો પર લટકાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી આત્માને સ્વર્ગમાં પહોંચવાનો માર્ગ મળી જાય છે.
બ્રાઝિલ અને વેનેઝુએલા
બ્રાઝિલ (Brazil) અને વેનેઝુએલા (Venezuela)ની કેટલીક આદિવાસીઓમાં એવી પરંપરા છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તેના મૃતદેહને બાળી નાખવામાં આવે છે અને તેની રાખ પરિવાર સભ્યો ખાઈ છે. તે મૃતકની આત્માને હંમેશા તમારી સાથે રાખવાનું પ્રતીક માનવામાં આવે છે.
ચીન
ચીન (China)ના તુજિયા સમુદાયમાં લગ્ન પહેલા દુલ્હનને સતત એક મહિના સુધી દરરોજ એક કલાક સુધી રડવું પડે છે. આ પરંપરાનો હેતુ એ બતાવવાનો છે કે તે પોતાના પરિવારને છોડવા માટે દુઃખી છે.
Trending Photos