₹1150 કરોડનો IPO લઈને આવી રહી છે આ એનર્જી કંપની, બીજી વખત SEBI માં કરી અરજી

Upcoming IPO: આ ગ્રીન એનર્જી કંપનીએ અગાઉ સેબીમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ પણ ફાઇલ કર્યા હતા, પરંતુ ફેબ્રુઆરીમાં કંપનીએ દસ્તાવેજો પરત કરી દીધા હતા. જોકે, કંપનીએ પહેલાની સરખામણીમાં તેના IPO કદમાં કોઈ ફેરફાર કર્યો નથી.
 
1/6
image

Upcoming IPO: જો તમે કોઈ એનર્જી કંપનીના IPO ની રાહ જોઈ રહ્યા હતા, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સોલાર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની ફરી એકવાર IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે. 

2/6
image

કંપની આ IPO દ્વારા 1150 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ અગાઉ સેબીમાં IPO માટે ડ્રાફ્ટ પેપર્સ પણ ફાઇલ કર્યા હતા, પરંતુ ફેબ્રુઆરીમાં કંપનીએ દસ્તાવેજો પરત કરી દીધા હતા. જોકે, કંપનીએ પહેલાની સરખામણીમાં તેના IPO કદમાં કોઈ ફેરફાર કર્યો નથી.  

3/6
image

આ IPOમાં 850 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે અને 300 કરોડ રૂપિયાના શેર પ્રમોટરો દ્વારા વેચાણ માટે ઓફર કરવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ- પ્રમોદ કુમાર અને સુનિલા ગર્ગ ઓફર-ફોર-સેલ દ્વારા રૂ. 150 કરોડના શેરનું વેચાણ કરશે. તમને જણાવી દઈએ કે પ્રમોટરોનો કંપનીમાં 90.05 ટકા હિસ્સો છે. બાકીના 9.95 ટકા શેર પબ્લિક શેરહોલ્ડર પ્રશાંત માથુર પાસે છે.  

4/6
image

ગુરુગ્રામ સ્થિત Saatvik green energy કંપની તેના અને તેની પેટાકંપની સાત્વિક સોલાર ઇન્ડસ્ટ્રીઝનું દેવું ચૂકવવા માટે રૂ. 135.2 કરોડનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, ઓડિશામાં 4 GW સોલર પીવી મોડ્યુલ ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે રૂ. 476.4 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આ શેરને હેન્ડલ કરવા માટે નિયુક્ત કરાયેલા બુક રનિંગ લીડ મેનેજરોમાં DAM કેપિટલ એડવાઇઝર્સ, એમ્બિટ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સનો સમાવેશ થાય છે.

5/6

6/6
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)