2 ભાગમાં વહેંચાઈ રહ્યો છે આ 100 રૂપિયાનો સ્ટોક, 1 મહિનામાં ભાવ 26% વધ્યો, આ અઠવાડિયે રેકોર્ડ ડેટ

Stock Split: આ અઠવાડિયે 2 કંપનીઓના શેર વિભાજીત થવાના છે. આ 2 કંપનીઓમાંથી એક કંપનીના શેરની કિંમત 2 ભાગમાં વહેંચવામાં આવશે. આ સ્ટોક સ્પ્લિટ માટે નક્કી કરાયેલ રેકોર્ડ ડેટમાં હવે વધુ સમય બાકી નથી.
 

1/6
image

Stock Split: આ અઠવાડિયે 2 કંપનીઓના શેર વિભાજીત થવા જઈ રહ્યા છે. આ 2 કંપનીઓમાંથી એક વિરાટ લીઝિંગ લિમિટેડ(Virat Leasing Ltd) છે. કંપનીના શેરની કિંમત 2 ભાગમાં વહેંચવામાં આવશે. આ સ્ટોક સ્પ્લિટ માટે નક્કી કરાયેલ રેકોર્ડ ડેટમાં હવે વધારે સમય બાકી નથી. તમને જણાવી દઈએ કે, વિરાટ લોજિંગ લિમિટેડના શેરની કિંમત 100 રૂપિયાથી ઓછી છે.  

2/6
image

એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં, કંપનીએ કહ્યું છે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને બે ભાગમાં વહેંચવામાં આવશે. આ શેર વિભાજન પછી, કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ 5 રૂપિયા થઈ જશે. કંપનીએ સ્ટોક સ્પ્લિટ માટે 16 મે, 2025ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. આનો અર્થ એ થયો કે આ અઠવાડિયે શુક્રવારે કંપનીના શેર એક્સ-સ્પ્લિટ ટ્રેડ થશે.  

3/6
image

શુક્રવારે અને 09 મેના રોજ વિરાટ લીઝિંગ લિમિટેડના શેરમાં અપર સર્કિટ લાગી હતી. કંપનીના શેર 4.98 ટકાના વધારા સાથે 90.20 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરના ભાવમાં 26 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 

4/6
image

આ વર્ષે 2025માં, વિરાટ લીઝિંગ લિમિટેડના શેરના ભાવમાં 32 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, જે રોકાણકારોએ કંપનીના શેર એક વર્ષ સુધી રાખ્યા છે તેઓએ અત્યાર સુધીમાં 41 ટકા નફો કર્યો છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ ઇન્ડેક્સમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે.

5/6
image

વિરાટ લીઝિંગ લિમિટેડનો શેર બીએસઈ પર 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ 142.10 અને 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 53 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 117.80 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, વિરાટ લીઝિંગ લિમિટેડે IPO અને FPO દ્વારા શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. કંપનીનો FPO 18 એપ્રિલથી 22 એપ્રિલ, 2024 સુધી ખુલ્લો હતો.

6/6
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)