આ સોદો ટાટા મોટર્સ(TATA Motors)ની પેટાકંપની જગુઆર લેન્ડ રોવર માટે સકારાત્મક છે, કારણ કે કંપનીની લગભગ 20 ટકા આવક અમેરિકન બજારમાંથી આવે છે. તાજેતરમાં, અમેરિકાએ તમામ ઓટો આયાત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, ત્યારબાદ JLR એ તેનું શિપમેન્ટ બંધ કરી દીધું હતું. જોકે, હવે શિપમેન્ટ ફરી શરૂ થવાના સમાચાર છે. પરંતુ, JLR કે ટાટા મોટર્સ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.