કડાકા ભડાકા સાથે ગુજરાતના આ ત્રણ વિસ્તારોમાં પડશે 12 ઈંચ સુધીનો વરસાદ; હવે એક નહીં બે-બે ભારે વાવાઝોડાનો ખતરો!

Ambalal Patel Cyclone Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત પર આવી રહેલા મોટા સંકટની આગાહી કરી છે. 22મી આસપાસ મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેસરના કારણે ચક્રવાતમાં તબદીલ થઈ શકે છે. 24મીથી 28 આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમ કિનારે ગુજરાત સુધી અસર કરશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકી શકે છે. મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ રહી શકે છે. 

1/10
image

આહ્વા, ડાંગ અને વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. એક સ્પષ્ટ રેખા કેરળ થી ગુજરાત સુધી બને છે. જેના કારણે પણ વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેશે. 

2/10
image

વાવાઝોડાનો માર્ગ આરબ કન્ટ્રી તરફ જવાની શક્યતાઓ ઓછી છે. બીજી એક સિસ્ટમ 28 મેં બાદ બંગાળ ઉપ સાગરમાં બનશે. જે સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ સિસ્ટમ ગુજરાતને ક્યાં અને શું અસર કરશે?

3/10
image

ચક્રવાતની અસર ક્યાં થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, મુંબઈ મહારાષ્ટ્ર ના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકી શકે છે. મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. આહવા, ડાંગ, વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. 

4/10
image

ચોમાસું લગભગ જો વાવાઝોડાની વરસાદના કારણે હરકતમાં ન આવે તો 28 મેં કેરળ કાંઠે આવવાની શક્યતાઓ રહેશે. જો ચોમાસાની મંદ ગતિ રહે તો 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાલું પહોંચી શકે છે. તારીખ 3 જૂન સુધીમાં કેરળ કર્ણાટક સુધીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 

5/10
image

10મી જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાત અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 20 મીએ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે. જેથી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

6/10
image

ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો ઉપર અસર થવાની શક્યતાઓ રહેલી છે. બાગાયતી પાકો, અને જલ ભરાવને કારણે ઉનાળાના પાકો ઉપર અસર થવાની શક્યતાઓ રહેશે. માછીમારોને દરીયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આવી રહ્યાં છે ગુજરાતમાં એક નહિ બે વાવાઝોડા

7/10
image

તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે, બીજી એક સિસ્ટમ 28 મે બાદ બંગાળના ઉપસાગરમાં બનશે. આ સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

ગુજરાતમાં ચોમાસું ક્યારે?

8/10
image

ચોમાસા વિશે હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, ચોમાસું લગભગ જો વાવાઝોડાના વરસાદના કારણે હરકત ન આવે તો 28 મેના રોજ કેરળ કાંઠે આવવાની શક્યતાઓ છે. જો ચોમાસાની મંદ ગતિ રહે તો 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાસું પહોંચી શકે છે. તારીખ 3 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક સુધીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 

9/10
image

10 મી જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાત અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 20 મેની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે. જેથી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

10/10
image

તેમના જણાવ્યા અનુસાર, ભારે પવનની ગતિના કારણે કેરીના પાક ઉપર અસર થવાની શક્યતાઓ છે. બાગાયતી પાકો, અને જળ ભરાવને કારણે ઉનાળાના પાકો ઉપર અસર થવાની શક્યતાઓ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ છે.