ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો! મે મહિનાના પહેલા સપ્તાહમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. મે મહિનો તોફાની રહેશે તેવી આગાહી છે. મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે. મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન, વાવાઝોડાની આગાહી કરી છે.

1/6
image

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મેના પહેલા સપ્તાહમાં જ વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 એપ્રિલ પછી હવામાનમાં ફેરફાર થશે જેના કારણે 10 થી 11 મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. 30 એપ્રિલ પછી ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

2/6
image

ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસાદ પણ પડી શકે છે. મેની શરૂઆતમાં પણ ધૂળની ડમરીઓ આવશે. તે જ સમયે, હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

3/6
image

રાજ્યમાં મે મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે. 8 મેની આસપાસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. મેના પ્રથમ સપ્તાહમાં હવામાન બદલાશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. તો આ બાદ મેથી 4 જુન સુધી અરબી સમુદ્રમાં સાઇકલોનનું નિર્માણ થશે. 

4/6
image

મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ માવઠા સાથે આંધી-તોફાન આવવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે કરી આગાહી કરી છે કે 30 એપ્રિલ બાદથી વાતાવરણમાં પલટો આવશે અને પ્રિ-મોન્સૂન એક્ટિવીટી ચાલુ થઈ જશે. જેના કારણે 10થી 11 મે સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે, સાથે જ ભારે પવન સાથે આંધી-વંટોળ ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે માવઠું થશે. ભરઉનાળે માવઠુ થવાના કારણે ભારે પવન ફૂંકાવાથી આંબા પરના મોર ખરી જતાં કેરીના પાકને ભારે નુકસાન થશે. 

5/6
image

રાજ્યમાં 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે. કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડી શકે છે.

6/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, 30 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની કરી આગાહી છે. જ્યારે 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.