આ ફેમસ ખેલાડીની બાહોમાં જોવા મળી ટ્રમ્પની પૂર્વ પુત્રવધૂ, સોશિયલ મીડિયા પર કરી પ્રેમની જાહેરાત
Tiger woods Vanessa trump Love Story: ગોલ્ફ લેજન્ડ ટાઈગર વુડ્સ જેટલી પોતાની રમતને લઈને ચર્ચામાં રહ્યા છે. તેટલાં જ તે પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. તેમની ડેટિંગ લાઈફ હંમેશા અખબારો અને મીડિયાની હેડલાઈનનો હિસ્સો રહી છે. ક્યારેક કોઈ મોડલ તો ક્યારેક કોઈ અભિનેત્રીની સાથે સંબંધોના કારણે છવાયેલા રહ્યા છે. જો કે, હવે ટાઈગર વુડ્સનું નામ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે જોડાયું છે. ત્યારે ટાઈગરના જીવનમાં હવે કોણ આવ્યું? તેનું રાષ્ટ્રપતિ ટ્રમ્પના પરિવાર સાથે શું કનેક્શન છે?
વાત અમેરિકાના 49 વર્ષના અબજોપતિ ગોલ્ફર ટાઈગર વુડ્સની થઈ રહી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર 2 ફોટોગ્રાફ મૂકીને પોતાના નવા સંબંધોની જાહેરાત કરી છે. ટાઈગરે લખ્યું કે, પ્રેમ હવામાં છે અને તમારી સાથે મારી જિંદગી શાનદાર છે. અમે સાથે મળીને જિંદગીની યાત્રા કરવા માટે ઉત્સુક છીએ. આ સમયે અમે પોતાના દિલની નજીક રહેલાં તમામ લોકો પ્રાઈવસી જળવાય તે માટે વિનંતી કરીએ છીએ.
ટાઈગર વુડ્સે જેની સાથે ફોટો શેર કરીને પ્રેમ સંબંધમાં હોવાની જાણકારી આપી છે તે મહિલાનું નામ ટ્રમ્પ પરિવાર સાથે જોડાયેલું છે. તે મહિલાનું નામ છે વેનેસા હેડન. તે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ છે. એટલે કે ટ્રમ્પના સૌથી મોટા દીકરા ટ્રમ્પ જુનિયરના પૂર્વ પત્ની છે.
ટાઈગર વુડ્સના અન્ય પ્રેમ સંબંધો વિશે પણ જાણીશું. પરંતુ તે પહેલાં વેનેસા હેડન વિશે થોડું જાણી લઈએ. વેનેસા હેડને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે 2005માં લગ્ન કર્યા હતા. તેઓ 12 વર્ષ એકબીજાની સાથે રહ્યા હતા. આ દરમિયાન તેઓ 5 બાળકોનાં માતા-પિતા બન્યા હતા. જો કે, 2018માં બન્ને રાજીખુશીથી છૂટાછેડા લઈ લીધા હતા.
અહીંયા મહત્વનું એ છે કે, વેનેસાની પુત્રી કાઈ જે સ્કૂલમાં ભણે છે, તે જ સ્કૂલમાં વુડ્સના બાળકો સેમ અને ચાર્લી પણ ભણે છે. વેનેસાની ઉંમર 47 વર્ષ છે. જ્યારે ટાઈગર વુડ્સની ઉંમર 49 વર્ષ છે. એટલે બાળકો માટે બન્ને એકબીજાની નજીક આવ્યા હોવાનું માનવામાં આવે છે.
ટાઈગર વુડ્સે પ્રેમ સંબંધોની જાહેરાત કરતાં પોસ્ટ કરતાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પે કોમેન્ટ કરી છે. હું તમારા બન્ને માટે ખૂબ ખુશ છું. કંઈપણ હોય પરંતુ ટાઈગરને ફરી એકવાર પ્રેમ થયો છે.
જો કે, પ્રેમમાં પડવું તે ટાઈગર વુડ્સ માટે નવું નથી. 2004માં ટાઈગરના એલિન નોર્ડેગ્રેન સાથે લગ્ન થયા હતા. જો કે, 2010માં લગ્નેતર સંબંધો જાહેર થતાં બન્નેના છૂટાછેડા થયા હતા. એલિન-ટાઈગરના બે બાળકો હાલ 16-17 વર્ષના છે. ત્યારબાદ ટાઈગર લિન્ડસે વોન સાથે રિલેશનમાં રહ્યો હતો. જો કે, 2 વર્ષ બાદ બન્નેના પ્રેમ સંબંધનો દીપક બૂઝાઈ ગયો હતો. જેના પછી તે એરિકા હર્મન સાથે પ્રેમ સંબંધમાં આવ્યો હતો. આ સંબંધ ઓક્ટોબર 2022 સુધી ચાલ્યો હતો.
હવે ડોનાલ્ડ ટ્રમ્પની પૂર્વ પૂત્રવધુ સાથે ગોલ્ફનો કિંગ ઈશ્ક ફરમાવી રહ્યો છે. ત્યારે આશા રાખીએ કે આ લવ બર્ડ્સ લોંગ લાઈફ એકબીજાની સાથે રહે. તેમના સંબંધોને કોઈની નજર ના લાગે.
Trending Photos