ટાઈગર શ્રોફની બહેન Krishnaનું 'લોકડાઉન'માં બ્રેકઅપ થઈ ગયું? જાણો કેમ થઈ રહી છે ચર્ચા

તે કોઈ પણ વેકેશનમાં બોયફ્રેન્ડ એબન હામ્સ સાથે જોવા મળતી હતી અને તેની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હતી. આ બધી તસવીરો અચાનક હટી ગઈ છે. જેને જોઈને લોકો અટકળ કરી રહ્યાં છે કે કદાચ બંનેનું બ્રેકઅપ થઈ ગયુ હશે જો કે હજુ આ મામલે કોઈ અધિકૃત નિવેદન કૃષ્ણા કે તેના બોયફ્રેન્ડ તરફથી આવ્યું નથી.

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પોતાના અને તેના બોયફ્રેન્ડના તમામ ફોટા હટાવી લીધા છે. આમ જોઈને યૂઝર્સને એવું લાગી રહ્યું છે કે કદાચ તેમનુ બ્રેકઅપ થઈ ગયુ છે. હકીકતમાં કૃષ્ણા તેના બોયફ્રેન્ડ સાથે હંમેશા બોલ્ડ પિક્સ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહેતી હોય છે. પરંતુ હવે તે જોવા મળતા નથી. સોશિયલ મીડિયા પર કૃષ્ણા ખુબ જ એક્ટિવ રહે છે અને ખાસ વાત એ છે કે તેની તસવીરો પણ ખુબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ હોય છે. પરંતુ હવે આ બધા ફોટા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હટાવી લેવાયા છે.

રોમેન્ટિક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પહેલા હતી અને હવે નથી

1/5
image

કૃષ્ણા છાશવારે તેના બોયફ્રેન્ડ એબન સાથે ઈન્સ્ટાગ્રામ પર રોમેન્ટિંક તસવીરો શેર કરતી હતી જેના પર યૂઝર્સ કોમેન્ટ પણ કરતા હતાં. પરંતુ હવે તે ઈન્સ્ટાગ્રામ પર જોવા મળતી નથી. 

સ્ટારની જેમ ફેમસ છે કૃષ્ણા

2/5
image

કૃષ્ણાએ ભલે બોલિવૂડમાં કેરિયર શરૂ કરી નથી પરંતુ તે એક બોલિવૂડ અભિનેત્રીની જેમ ફેમસ છે અને લોકો તેને પસંદ કરે છે. તેની લાઈફસ્ટાઈલ અને કેમેરા ફેસ કરવાની રીત ખુબ બિન્દાસ છે. 

ઈન્સ્ટાગ્રામ પર વેકેશનની અનેક તસવીરો

3/5
image

કૃષ્ણા અને તેના બોયફ્રેન્ડની ઈન્સ્ટાગ્રામ પર વેકેશન એન્જોય કરતી એક કે બે નહીં પરંતુ અનેક તસવીરો હતી. જેમાં તેઓ એકબીજાની સાથે જોવા મળતા હતાં. 

સીરિયસ રિલેશનશીપમાં હતા બંને

4/5
image

કૃષ્ણા અને એબનની તસવીરો જોઈને એવું લાગતું હતું કે બંને સીરિયસ રિલેશનશીપમાં છે. 

અચાનક ઈન્સ્ટાગ્રામ પરથી હટી ગઈ તસવીરો

5/5
image

કૃષ્ણા અને એબનની આ બોલ્ડ તસવીરો જ બતાવતી હતી કે બંને ખુબ સીરિયસ રિલેશનશીપમાં છે. પરંતુ અચાનક ઈન્સ્ટાગ્રામ પરથી તસવીરો હટી જતા લોકોના મનમાં શંકા પેદા થઈ છે. (ફોટો સાભાર, આ તમામ તસવીરો કૃષ્ણા શ્રોફના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાયેલી છે જે હવે ડિલિટ થઈ ગઈ છે.)