100 વર્ષ બાદ દિવાળી પર બનશે ત્રિગ્રહી યોગ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો, ચમકી જશે ભાગ્ય

Trigrahi Yog in Diwali: વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષે દિવાળી પર બુધ, મંગળ અને સૂર્યનો ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

ત્રિગ્રહી યોગ

1/5
image

વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ ત્રિગ્રહી યોગ ગ્રહોના રાજા સૂર્ય, વેપારના દાતા બુધ અને ગ્રહોના સેનાપતિ મંગળના સંયોગથી બની રહ્યો છે. આ સંયોગ તુલા રાશિમાં બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ જાતકો માટે આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. સાથે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.  

તુલા રાશિ

2/5
image

તમારા લોકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રમાં મહેનત અને ક્ષમતાની પ્રંશંસા થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ બની શકે છે. મહેનત કરવા પર સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂરહેવાનું છે. કુંવારા જાતકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. જીવનસાથીની પ્રગતિ સંભવ છે.  

મકર રાશિ

3/5
image

ત્રિગ્રહી યોગ બનવાથી મકર રાશિના લોકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે કામ-કારોબારમાં તમારી પ્રગતિ થશે. સાથે કરિયરમાં પ્રગતિ થવાનો સંકેત છે. જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે, તેને સફળતા મળવાની સંભાવના છે. વ્યાવસાયમાં નવી તક સામે આવશે અને કોઈ જૂનો પ્રોજેક્ટ ગતિ પકડી શકે છે. નોકરી કરનાર જાતકોનું ઈચ્છીત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. આ સમયે પિતા સાથે તમારા સંબંધ મજબૂત થશે.  

ધન રાશિ

4/5
image

તમારા લોકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર બની રહ્યો છે. આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આવકના નવા-નવા સ્ત્રોત બની શકે છે. વ્યાવસાય કરી રહેલા લોકોને નવી ડીલ કે પાર્ટનરશિપનો પ્રસ્તાવ મળી શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. સાથે રોકાણથી લાભ થઈ શકે છે. આ દરમિયાન શેર બજાર, સટ્ટો અને લોટરીમાં લાભ થઈ શકે છે.  

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.