50 વર્ષ બાદ નજીક આવશે ત્રણ શક્તિશાળી ગ્રહ, આ જાતકોના અચ્છે દિન શરૂ, કરિયર અને કમાણીમાં મળશે ભાગ્યનો સાથ

Trigrahi Yog in Mithun: વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

ત્રિગ્રહી યોગ

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ રાશિ પરિવર્તન કરી એકબીજાની નજીક આવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મેના અંતમાં ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો જૂનમાં ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના રાજા સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે. આ યોગથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે તેની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.  

મિથુન રાશિ

2/5
image

સૂર્ય, બુધ અને ગુરૂ ગ્રહનું નજીક આવવું મિથુન રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વેપારીઓને આ દરમિયાન લાભ થશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે આ અનુકૂળ સમય છે. પ્રોપર્ટીથી લાભનો યોગ બની રહ્યો છે અને પારિવારિક વિવાદમાં ઉકેલ આવી શકે છે.

તુલા રાશિ

3/5
image

તમારા લોકો માટે સૂર્ય, બુધ અને ગુરૂ ગ્રહનું નજીક આવવું અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના ભાગ્ય અને વિદેશ સ્થાન પર બની રહ્યો છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. પ્રોફેશનલ લાઇફમાં શાનદાર તક મળશે અને ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલશે. તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રા કરી શકો છો. શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. વિશેષ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પરિણામ મળશે.

મીન રાશિ

4/5
image

સૂર્ય, બુધ અને ગુરૂ ગ્રહનો સંયોગ મીન રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ચોથા સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ યોગથી ધન લાભનો પ્રબળ સંકેત છે. વેપારમાં અચાનક મોટો લાભ થઈ શકે છે, સાથે સરકારી કાર્યોમાં સફળતા અને પદ-પ્રતિષ્ઠામાં વધારો સંભવ છે. જો તમારૂ કામ રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન-સંપત્તિ સાથે જોડાયેલું છે તો તમને સારો લાભ થઈ શકે છે. તમારા માતા સાથે સંબંધ સારા રહેશે.  

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.