ગરમીથી બચવા અત્યારથી જ શરૂ કરી દો આ ઉપાય, આખો ઉનાળો માંદા નહિ પડો

Heatwave Alert : ગુજરાતના 8 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ અપાયું છે. સિવિયર હિટવેવના કારણે ગુજરાતના લોકોને એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનો અનુભવ થશે. ત્યારે આવી આકરી ગરમીમાં શરીરને સાચવવું બહુ જ જરૂરી છે. નહિ તો તમને લૂ લાગી શકે છે. આવામાં શું કરવુ તેની એક્સપર્ટસે આપી માહિતી. 

ભૂખ્યા પેટ દોડાદોડી ન કરવી 

1/4
image

AMA પ્રેસિડન્ટ ધીરેન મહેતાએ જણાવ્યું કે, ગરમીમાં શરીરનું એક્સપોઝર વધી જતું હોય છે. એવા સમયે ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જતી હોય છે. ઘરની બહાર નીકળતા પહેલા પાણી પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 15 ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરમાં સોડિયમનું લેવલ જળવાય તે માટે લીંબુ પાણી, ખાંડ અને મીઠાવાળું પાણી પીવું જોઈએ. ભૂખ્યા પેટે દોડાદોડી ન કરવી જોઈએ. કોંડ્રિંક્સ પીવું ટાળવું જોઈએ. બાળકો અને વૃધ્ધોએ બિનજરૂરી ઘરની બહાર જવુ ટાળવું જોઈએ. 

લૂથી બચવા શું કરવું

2/4
image

વધુ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પીવું, બપોરના 1થી 4 વાગ્યા દરમિયાન તડકામાં બહાર જવાનું ટાળવું, ટુ-વ્હીલર ચાલકોએ શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવા, દર 7થી 10 કિલોમીટરે વાહન ઊભું રાખી છાંયામાં ઊભા રહેવું અને પાણી પીવું, ભારે ખોરાક ખાવાનું ટાળવું, લૂની અસર જણાય તો ડોક્ટરો સંપર્ક કરવો અને વ્યક્તિએ ઠંડકમાં રહેવું, ઓઆરએસ, લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનું સેવન કરવું. વૃદ્ધ અને રોગોથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવી.  

બપોરે 1 થી 3 દરમ્યાન બહાર જવાનું ટાળો

3/4
image

રાજકોટ ઉનાળાની ઋતુ દરમિયાન કેવી કાળજી રાખવી જોઈએ તે મામલે આરોગ્ય અધિકારીએ માહિતી આપી. રાજકોટ RMC આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ કહ્યું કે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ મનપા આરોગ્ય અધિકારીએ લોકોએ કેટલી સાવચેતી રાખવી તે અંગે કેટલાક સૂચનો કર્યા છે. જો શક્ય હોય તો બપોરે 1 થી 3 દરમ્યાન બહાર જવાનું ટાળવું જોઈએ. દર કલાકે પાણીનું સેવન હિતકારી છે.

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે 

4/4
image

રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનાથી જ ગુજરાતમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1થી 7 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશન પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. બીઆરટીએસ, એએમટીએસમાં પાણી, ઓઆરએસ ઉપલબ્ધ કરાશે, ડ્રાઇવર કંડક્ટર પાસે પણ ઓઆરએસ ઉપલબ્ધ 50 પાણીની પરબ તમામ ઝોનમાં તૈયાર કરાશે. ચાર રસ્તા પર ગ્રીન નેટ બંધાશે. બગીચા સવારના 6થી રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે. ગરમી ગત વર્ષ કરતાં 16 દિવસ વહેલી 40ને પાર ગયું છે.