Richest women of Gujarat: આદિકાળથી ગુજરાત વેપારના ક્ષેત્રમાં ખૂબ આગળ છે. ગુજરાતમાં અનેક ઉદ્યોગો શરૂ થયા અને ખૂબ પ્રગતિ કરી છે. અનેક વેપાર-ધંધામાં ગુજરાતીઓનો દબદબો જોવા મળે છે. ગુજરાતમાં મહિલાઓ પર વેપાર-ધંધામાં પાછળ નથી. આજે અમે તમને ગુજરાતની ટોપ 10 મહિલા ધનિકો વિશે માહિતી આપીશું, જે આજે લાખો-કરોડો રૂપિયાનો વેપાર કરી રહી છે.
1/11360 વન વેલ્થ અને ક્રિસિલે ભારતમાં ધનવાનોનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ગુજરાતના અનેક કરોડપતિઓ સામેલ છે. આજે અમે તમને ગુજરાતની ટોપ 10 મહિલા કરોડપતિઓ વિશે માહિતી આપીશું. અલગ-અલગ વ્યાવસાય સાથે જોડાયેલી આ મહિલાઓ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. તમે પણ જાણો ગુજરાતની ટોપ-10 ધનિક મહિલાઓ...
2/11ગુજરાતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પત્ની પ્રીતિબેન અદાણી ગુજરાતના સૌથી વધુ ધનવાન મહિલા છે. અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા પ્રીતિ અદાણીની કુલ સંપત્તિ 78618 કરોડ રૂપિયા છે. પ્રીતિ અદાણી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ સાથે સંકળાયેલા છે.
3/11ગુજરાતના બિઝનેસમેનમાં જેમનું નામ સન્માન સાથે લેવામાં આવે છે તેવા ઝાયડસ ફાર્માસ્યુટિકલ્સના પંકજ પટેલના પત્ની પ્રીતિબેન પંકજભાઈ પટેલ ગુજરાતના બીજા સૌથી વધુ સંપત્તિ ધરાવતા મહિલા છે. પ્રીતિ પટેલની કુલ સંપત્તિ 28364 કરોડ રૂપિયા છે.
4/11ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સના બિંદીબેન ચુડગર ગુજરાતના ત્રીજા સૌથી ધનિક મહિલા છે. બિંદીબેન ચુડગરની કુલ સંપત્તિ 11050 કરોડ રૂપિયા છે.
5/11ગુજરાતની કરોડપતિ મહિલાઓમાં પારૂલ ઉર્મિશભાઈ ચુડગર ચોથા સ્થાને છે. તેઓ ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ સાથે જોડાયેલા છે. પારૂલ ઉર્મિશભાઈ ચુડગરની કુલ સંપત્તિ 10572 કરોડ રૂપિયા છે.
6/11ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સુધીર મેહતાના પત્ની અનિતા સુધીર મહેતા પણ ગુજરાતના કરોડપતિ મહિલાઓમાં સામેલ છે. તેમની કુલ સંપત્તિ 10464 કરોડ રૂપિયા છે.
7/11ટોરેન્ટ ફાર્મા સાથે જોડાયેલા સપના સમિર મહેતા પણ ગુજરાતના મહિલા કરોડપતિઓમાં સામેલ છે. તેમની કુલ સંપત્તિ 10464 કરોડ રૂપિયા છે.
8/11એસ્ટ્રલ લિમિટેડ સાથે જોડાયેલા જાગૃતિ સંદીપ એન્જિનિયર ગુજરાતના ટોપ 10 મહિલા કરોડપતિઓમાં સામેલ છે. એસ્ટ્રલ ગ્રુપ એન્જિનિયરિંગ અને મશીનરી વ્યાવસાય સાથે જોડાયેલું છે. જાગૃતિ એન્જિનિયરિંગની કુલ સંપત્તિ 8196 કરોડ રૂપિયા છે.
9/11ગુજરાતના ટોપ-10 મહિલા કરોડપતિઓના લિસ્ટમાં આઠમાં ક્રમે ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સના કુસુમબેન હસમુખભાઈ ચુડગર છે. તેમની કુલ સંપત્તિ 6543 કરોડ રૂપિયા છે.
10/11ટેક્સટાઇલ ક્ષેત્રમાં સૌથી મોટું નામ ધરાવતી અરવિંદ લિમિટેડના જયશ્રીબેન સંજયભાઈ લાલભાઈ ગુજરાતના મહિલા ધનિકોમાં નવમાં સ્થાને છે. અરવિંદ લિમિટેડ સાથે જોડાયેલા જયશ્રીબહેનની કુલ સંપત્તિ 2410 કરોડ રૂપિયા છે.
11/11ભારતમાં જાણીતી કંપની સિમ્ફની લિમિટેડના રૂપા અચલ બકેરી ગુજરાતના ટોપ 10 મહિલા ધનિકોમાં સામેલ છે. આ યાદીમાં 10મા ક્રમે રહેલા રૂપા અચલ બકેરીની કુલ સંપત્તિ 2385 કરોડ રૂપિયા છે.