ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સર્વાધિક વનડે સદી ફટકારનાર ટોપ-5 ભારતીય ખેલાડીઓ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12 જાન્યુઆરીથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એકદિવસીય ફોર્મેટમાં ભારતીય ટીમ મજબૂત જણાઈ રહી છે. ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ વનડે સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્યારે અમે તમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં સદી ફટકારનાર ટોપ-5 બેટ્સમેનો વિશે જણાવી રહ્યાં છીએ. 

Jan 9, 2019, 07:10 AM IST
1/5

સચિન તેંડુલકર 9 સદી

સચિન તેંડુલકર 9 સદી

આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર ભારતનો પૂર્વ ખેલાડી સચિન તેંડુલકર છે. સચિનના નામે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો પણ રેકોર્ડ નોંધાયેલો છે. 

સચિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમેલી 71 વનડે મેચોમાં 3077 રન બનાવ્યા હતા. આ દરમિયાન સચિને 9 સદી અને 15 અડધી સદી પણ ફટકારી હતી. 

2/5

રોહિત શર્મા 6 સદી

રોહિત શર્મા 6 સદી

આ લિસ્ટમાં ભારતીય ઓપનર રોહિત શર્મા બીજા સ્થાન પર છે. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ એક બેવડી સદી ફટકારી છે. 

રોહિતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમેલી 28 વનડે મેચોમાં 1593 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 6 સદી અને પાંચ અડધી સદી મારી છે. 

3/5

વિરાટ કોહલી 5 સદી

વિરાટ કોહલી 5 સદી

આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર ભારતનો કેપ્ટન વિરાટ કોહલી છે. કોહલીએ છેલ્લા ઘણા વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. કોહલીને પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટિંગ કરવી પસંદ છે. 

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમેલી 28 વનડે મેચોમાં 50થી વધુની એવરેજથી 1182 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 5 સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે.   

4/5

વીવીએસ લક્ષ્મણ, 4 સદી

વીવીએસ લક્ષ્મણ, 4 સદી

ભારતના પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણે પોતાના કરિયરમાં ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ ઘણી શાનદાર ઈનિંગ રમી છે. લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રન બનાવવાનું પસંદ કરતો હતો. લક્ષ્મણ આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. 

વીવીએસ લક્ષ્મણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમેલી 21 વનડે મેચોમાં 739 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 સદી અને 4 અડધી સદી ફટકારી છે.   

5/5

શિખર ધવન 2 સદી

 શિખર ધવન 2 સદી

શિખર ધવન આ લિસ્ટમાં 5મા સ્થાન પર છે. ધવને 2018મા ભારત માટે સારૂ પ્રદર્શન કર્યું હતું. 2018મા ભારત માટે સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન હતો. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધવને 15 વનડે મેચોમાં 626 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે.