આ છે દેશના 5 સૌથી ગરીબ ધારાસભ્ય, એક પાસે છે માત્ર 1700 રૂપિયાની સંપત્તિ
ADR Report: ભારતના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ મળી 4 હજારથી વધુ ધારાસભ્યો છે. તાજેતરમાં એડીઆર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ધારાસભ્યોની સંપત્તિની વિગતો સામે આવી છે. દેશમાં કુલ 119 ધારાસભ્યો અબજોપતિ છે, પરંતુ પાંચ એવા ધારાસભ્યો છે, જેની સંપત્તિ સૌથી ઓછી છે.
દેશના પાંચ સૌથી ગરીબ ધારાસભ્યો
એડીઆરના રિપોર્ટમાં દરેક ધારાસભ્યોની સંપત્તિની વિગત જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં પાંચ એવા ધારાસભ્યો છે જેની પાસે સૌથી ઓછી સંપત્તિ છે. એક ધારાસભ્ય તો એવા છે જેની પાસે માત્ર 1700 રૂપિયાની સંપત્તિ છે. અમે તમને પાંચ સૌથી ગરીબ ધારાસભ્યોની માહિતી આપીશું.
નિર્મલ કુમાર ધારા
પશ્ચિમ બંગાળના સિંધુના ધારાસભ્ય નિર્મલ કુમાર ધારા (BJP) પાસે માત્ર 1700 રૂપિયાની સંપત્તિ છે.
નરિન્દર પાલ
પંજાબના ફાઝિલ્કાના ધારાસભ્ય નરિન્દર પાલ (AAP) પાસે માત્ર 18,370 રૂપિયાની સંપત્તિ છે.
નરિંદર કૌર
પંજાબના સંગરુરના ધારાસભ્ય નરિંદર કૌર (AAP) પાસે માત્ર 24,409 રૂપિયાની સંપત્તિ છે.
મેહરાજ મલિક
J&Kના ડોડાના ધારાસભ્ય મેહરાજ મલિક (AAP) પાસે માત્ર 29,070 રૂપિયાની સંપત્તિ છે.
પુંડરીકાક્ષ્ય સાહા
પશ્ચિમ બંગાળના નવદ્વીપના ધારાસભ્ય પુંડરીકાક્ષ્ય સાહા (AITC) પાસે માત્ર 30,423 રૂપિયાની સંપત્તિ છે.
Trending Photos