ટિમ કુક સહિત કોર્પોરેટ જગતની 7 ટોપ હસ્તીઓ, જેમણે કહ્યું તે `સમલૈંગિક` છે
દુનિયાની સૌથી વેલ્યુબલ કંપની અને સૌથી મોટી માર્કેટ કેપ ધરાવનાર કંપની 'એપ્પલ'ના સીઇઓ ટિમ કુકે પોતાના 'ગે' હોવાની વાત સ્વિકારી છે. એટલું જ નહી, કુકે દુનિયાભરમાં ચાલી રહેલા સમલૈગિકોની સમાનતાની લડાઇમાં પોતાનું યોગદાન આપવાની પણ વાત કહી છે. તેમણે એ પણ કહ્યું કે મને 'ગે' હોવાનો ગર્વ છે. કુકે આ વાત બ્લૂમબર્ગ બિઝનેસવીકમાં પ્રકાશિત એક લેખમાં કહી. અમેરિકાના 57 વર્ષીય કુકે લખ્યું, 'મેં ક્યારેય તેને છુપાવ્યું નથી, પરંતુ અત્યાર સુધી મેં તેને સાર્વજનિક રીતે સ્વિકાર પણ કર્યો નથી. એટલા માટે સમલૈંગિક હોવા પર ગર્વ છે અને સમલૈંગિક હોવું ભગવાન તરફથી મને આપવામાં આવેલી મોટી માનું છું.
ગાર્મેંટ ઇંડસ્ટ્રીની મોટી કંપનીઓમાં સામેલ લીવાઇસ (Levi`s) ગ્લોબલ પ્રેસિડેંટ (સેલ્સ) અને અમેરિકન ઇગલ આઉટફિટર્સના સીઇઓ રહી ચૂકેલા રોબર્ટ હૈનસન હાલ એક લક્સરી જ્વેલરી કંપની જોન હાર્ડી ચલાવે છે. તેમણે પોતાની સેક્સુઅલિટી પર થોડા સમય પહેલાં લખ્યું હતું, તે જ્યારે બિઝનેસ વર્લ્ડ સાથે જોડાયેલા રહ્યા તેમણે સાર્વજનિક રૂપે ગે હોવાની વાત સ્વિકારી. આ કારણે ગે સીઇઓ હોવાના નાતે તે પોતાના વર્કપ્લેસ પર ગે અને લેસબિયન વિરૂદ્ધના ભેદભાવ વિરૂદ્ધ લડવામાં મદદ કરતા રહ્યા.
બીબીસીના અનુસાર લોર્ડ બાઉન બ્રિટિશ પેટ્રોલિયમના પ્રમુખ હતા. તેમણે બ્રિટિશ ટેબલેટ ધ મેલમાં છપાયેલા લેખ બાદ અચાનક રાજીનામું આપી દીધું હતું. ધ મેલએ તેમના એક જિગોલો સાથે સંબંધનો ખુલાસો કર્યો હતો. એક પુસ્તકમાં લોર્ડ બ્રાઉને પોતાના સમલૈંગિક કાર્યકારીના અનુભવો લખ્યા, બ્રાઉનના અનુસાર, તે એક જવાન છોકરા સાથે સંબંધોને લઇને ખૂબ ભયભીત હતા. એટલા માટે તેમણે તેને ખુલીને સ્વિકાર્યું ન હતું.
આઉટ લીડરશિપના અનુસાર, ટ્રેવર બર્ગેસ ફ્લોરિડાના ઇન્વેસ્ટમેંટ બેંક C1 ફાઇનાશિયલના સીઇઓ છે. તેમણે પોતે ગે હોવાની વાત સાર્વજનિક રીતે સ્વિકારી છે. તે એકમાત્ર ગે સીઇઓ છે, જેમની બેંક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેંજમાં લિસ્ટ છે.
પ્રતિષ્ઠિત બ્રિટિશ ફેશન બ્રાંડ બરબેરી (Burberry)ના સીઇઓ અને સીસીઓ ક્રિસ્ટોફર બેલીએ મે 2014માં નેતૃત્વ સંભાળ્યું હતું. તેમની કંપની FTSE (ફાઇનાશિયલ ટાઇમ્સ સ્ટોક એક્સચેંજ)ની 100 કંપનીઓ સામેલ છે. આ 100 કંપનીઓ લંડન સ્ટોક એક્સચેંજમાં સૂચીબદ્ધ છે. ક્રિસ્ટોફર બેલીએ પહેલા એવા સીઇઓ છે, જેમણે પોતે ગે હોવાની વાત સ્વિકારી હતી. તેમની કંપની લંડન સ્ટોક એક્સચેંજની લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપના અનુસાર સૌથી મોટી કંપની છે.
પીટર એનડ્રિયસ થીલ એક અમેરિકન આંત્રપ્રિન્યોર, વેંચર કેપિટલિસ્ટ, ફિલાંથોરોપિસ્ટ, પોલિટિકલ એક્ટિવિસ્ટ અને ઓથર છે. તે પે-પાલના ફાઉન્ડર રહી ચૂક્યા છે, જેને તેમણે એલન મસ્ક અને મેક્સ લેવચિનની સાથે શરૂ કરી હતી. તે ફેસબુકના સંસ્થાગત નિવેશક પણ છે. આ ઉપરાંત તે ઘણી ટેક્નોલોજી કંપનીઓમાં કો-ફાઉંડર અને રોકાણકારના રૂપમાં જોડાયેલા છે. સીએનબીસીને આપેલા ઇન્ટરવ્યૂં દરમિયાન તેમણે કહ્યું હતું કે ઘણા એવા સીઇઓ છે, જે સાવર્જનિક રીતે પોતાના ગે હોવાની વાત સ્વિકાર ન શકે. પરંતુ, તેમણે ગે હોવાની વાત સ્વિકારી હતી.
રિક વેલ્ટ્સ ગોલ્ડન સ્ટેટ વેરિયર્સના પ્રેસિડેંટ અને સીઇઓ છે. વેલ્ટ્સ પુરૂષોની ટીમમાં સૌથી વધુ રેકિંગાવાળા એક્ઝૂકેટિવ છે, જે સાર્વજનિક રીતે સ્વિકાર કરે છે કે તે ગે છે. વેલ્ટસે પહેલીવાર 2011માં એક ઇન્ટરવ્યૂં દરમિયાન આ વાતને સ્વિકાર કરી હતી.