WORLD’S BIGGEST TRAFFIC JAM: જાણો અમેરિકા, રશિયા જેવા દેશમાં લોકોએ કેમ લગાવી 100થી 200 કિલોમીટરની કતારો?

અમે આપની સમક્ષ વિશ્વના ઇતિહાસમાં નોંધાયેલા સૌથી મોટા 6 ટ્રાફિક જામની વાત કરીશું  જેમાં ઘણા લોકો 12 કલાક તો ઘણાએ 12 દિવસ સુધી ટ્રાફિકમાં વિતાવ્યા હતા. આ ટ્રાફિક જામ પાછળ મુખ્ય કારણ ઘણીવાર હવામાન રહેલું છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વમાં વધતી જતી વસ્તીના કારણે દરેક વિભાગમાં લોકોને ભીડ જોવા મળી રહી છે. મોલમાં, માર્કેટમાં તમામ જાહેર સ્થળ પર વસ્તીનો વધારો જોવા મળી રહ્યો છે. હવે જ્યારે ભીડની વાત કરીએ ત્યારે ટ્રાફિક જામને કેવી રીતે ભૂલી જવાય. ટ્રાફિક જામ એ ના માત્ર ભારતની પણ સમગ્ર વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. વિશ્વમાં કેટલાક ટ્રાફિક જામ એ હદ સુધી જોવા મળી રહ્યાં છે કે લોકોને કેટલાક દિવસો સુધી રોડ પર જ રાહ જોતા રહેવું પડ્યું છે. આવા જ કેટલાક વિશ્વના સૌથી મોટા ટ્રાફિક જામની વાત કરીશું. અમે આપની સમક્ષ વિશ્વના ઇતિહાસમાં નોંધાયેલા સૌથી મોટા 6 ટ્રાફિક જામની વાત કરીશું  જેમાં ઘણા લોકો 12 કલાક તો ઘણાએ 12 દિવસ સુધી ટ્રાફિકમાં વિતાવ્યા હતા. આ ટ્રાફિક જામ પાછળ મુખ્ય કારણ ઘણીવાર હવામાન રહેલું છે.

સાઓ-પાઓલો  

1/6
image

 

બ્રાઝિલના સાઓ-પાઓલો શહેરમાં સૌથી મોટો ટ્રાફિક જામ નવેમ્બર 2013માં સર્જાયો. આ ટ્રાફિક જામના કારણે લગભગ 309 કિલોમીટર લાંબી લાઈન વાહનોની લાગી હતી.

મોસ્કો  

2/6
image

 

રશિયા દર વર્ષે ભારે હિમવર્ષા થાય છે. જેના કારણે મોસ્કોના M-10 હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો ફસાયા હતા. ખરાબ વાતાવરણના કારણે ત્રણ દિવસ સુધી લોકો ટ્રાફિકમાં ફસાયેલા હતા. આ ટ્રાફિકજામમાં 201 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી હતી. 

હ્યૂસ્ટન

3/6
image

 

વર્ષ 2005માં અમેરિકાના હ્યૂસ્ટનમાં વાવાઝોડુ આવ્યું હતું. આ વાવાઝોડાના કારણે લગભગ 20 લાખ લોકો શહેર છોડીને સલામત સ્થળ પર પહોંચવા દોટ લગાવી હતી તે સમયે હ્યૂસ્ટનમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

શિકાગો  

4/6
image

 

અમેરિકાના શિકાગોમાં ભારે હિમવર્ષાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ફેબ્રુઆરી 2011માં શિકાગો શહેર 20 ઈંચ બરફના થરથી ઢંકાઈ ગયું હતુ.આ હિમવર્ષાના કારણે લેક શોર ડ્રાઇવ પર ઘણા અકસ્માત થયા હતા અને તે કારણે મોટો ટ્રાફિકજામ થતા લોકો 12 કલાક સુધી તેમાં લોકો ફસાયેલા રહ્યાં હતા.

બેઇજીંગ  

5/6
image

 

ઓગસ્ટ 2010માં બેઈજીંગમાં રેકોર્ડબ્રેક ટ્રાફિકજામ સર્જાયો હતો. પરંતુ આ ટ્રાફિકજામ ખરાબ હવામાનના કારણે નહીં પણ પિક અવર્સમાં કરવામાં આવતા કામના કારણે સર્જાયો હતો. આ ટ્રાફિકજામમાં 100 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. આ ટ્રાફિકજામમાં લોકો 12 દિવસ સુધી ફસાયેલા રહ્યાં હતા. 

એટલાન્ટા 

6/6
image

 

અમેરિકાના એટલાન્ટામાં વર્ષ 2014માં એટલો મોટો ટ્રાફિક જામ સર્જાયો જેમાં આશરે 10 લાખ વાહનો ફસાયા હતા. આ ટ્રાફિક જામ 12 કલાકે પૂર્ણ થયો હતો.