Travel Tips: જંગલ સફારી માટે બેસ્ટ છે ભારતના આ 5 નેશનલ પાર્ક, વિદેશીઓ પણ આ જગ્યાઓ પાછળ છે પાગલ

Written ByKrupa Shah
Published: Sep 04, 2025, 05:33 PM IST|Updated: Sep 04, 2025, 05:33 PM IST

Best National Parks of India: જો તમે રજાના સમયે નેચર સાથે યાદગાર સમય પસાર કરવા માંગો છો તો જંગલ સફારી બેસ્ટ આઈડિયા છે. આજે તમને ભારતના 5 એવા નેશનલ પાર્ક વિશે જણાવીએ જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ. આ જગ્યાએ જવાનો અનુભવ જીવનભર યાદ રહી જાય તેવો સાબિત થશે. 
 

જિમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ1/6

જિમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ

વાઘને તમે નેચરલ હેબિટેટમાં જોવા માંગો છો તો ઉત્તરાખંડમાં આવેલા જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં પહોંચી જવું. આ નેશનલ પાર્ક ભારતનું સૌથી જુનું નેશનલ પાર્ક છે. અહીંયા તમે જિપ્સી સફારી અને કૈંટરથી જંગલ સફારી કરી શકો છો. વાઘ સિવાય અહીંયા અન્ય પશુ-પક્ષીઓ પણ જોવા મળશે.   

રણથંભોર નેશનલ પાર્ક2/6

રણથંભોર નેશનલ પાર્ક

ઈતિહાસ અને જંગલ સફારી બંનેનો અનુભવ એકસાથે કરવો હોય તો રણથંભોર જવું. અહીં વાઈલ્ડલાઈફ સાથે રાજસ્થાનનો ઈતિહાસ પણ જાણવા મળશે.  અહીં જવાનો બેસ્ટ સમય ઓક્ટોબરથી જૂન છે.   

કાન્હા નેશનલ પાર્ક 3/6

કાન્હા નેશનલ પાર્ક 

મધ્યપ્રદેશમાં આવેલું કાન્હા નેશનલ પાર્ક આ લિસ્ટમાં ત્રીજા ક્રમે આવે છે. અહીં ખુલ્લા જંગલ, હરિયાળી વચ્ચે અલગ અલગ પશુ, પક્ષીઓ જોવા મળશે. અહીંયા રોયલ બંગાલ ટાઈગર, દીપડા જોવા મળશે.   

કાઝીરંગા નેશનલ પાર્ક4/6

કાઝીરંગા નેશનલ પાર્ક

કાઝીરંગા નેશનલ પાર્ક યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે. આ પાર્ક એક શિંગડા વાળા ગેંડા માટે પ્રખ્યાત છે. અહીંયા તમને એક અલગ દુનિયામાં આવી ગયાનો અનુભવ થશે. અહીંયા એશિયાઈ હાથી, જંગલી ભેંસ સહિતના દુર્લભ પ્રાણી દેખાશે.   

સુંદરબન નેશનલ પાર્ક5/6

સુંદરબન નેશનલ પાર્ક

જો તમે રોયલ બંગાલ ટાઈગરને તેના બેસ્ટ રુપમાં જોવા માંગો છો તો પશ્ચિમ બંગાળનું સુંદરબન નેશનલ પાર્ક જવું. અહીંયા તમને અદ્ભુત અનુભવ થશે. અહીંયા જવાનો સૌથી બેસ્ટ સમય સપ્ટેમ્બરથી માર્ચ વચ્ચેનો છે. અહીંયા દુર્લભ ડોલ્ફિન, મગર પણ જોવા મળશે.  

6/6