Trending Quiz : આ છે ગુજરાતનું સૌથી ગરીબ શહેર, નામ જાણીને ચોંકી જશો
Poorest City of Gujarat : ગુજરાતને અમીરોનું રાજ્ય ગણવામાં આવે છે, આ રાજ્યમાંથી ઘણા મોટા મોટા ઉધોગપતિઓ થયા છે. દેશના સૌથી અમીર વ્યક્તિ પણ ગુજરાતના છે, ત્યારે આ લેખમાં આજે અમે તમને ગુજરાતના સૌથી ગરીબ શહેર વિશે જણાવીશું.
ગુજરાતને અમીરોનું રાજ્ય માનવામાં આવે છે. અહીં વિકાસ કાર્યોને એક મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ તમને હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરીબી જોવા મળશે.
નીતિ આયોગના અહેવાલ મુજબ, ગુજરાતમાં લગભગ 38.09 ટકા લોકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી. ગુજરાતના ગામડાઓમાં 44.45 ટકા લોકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી.
જો આપણે શહેરોની વાત કરીએ તો, શહેરોમાં આ આંકડો 28.97 ટકા જેટલો છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, ગુજરાતનું કયું શહેર સૌથી ગરીબ છે.
જો આપણે ગુજરાતના સૌથી ગરીબ શહેર વિશે વાત કરીએ તો, દાહોદને ગુજરાતનું સૌથી ગરીબ શહેર માનવામાં આવે છે. આ એક આદિવાસી પ્રભુત્વ ધરાવતું શહેર છે, જ્યાં ઘણી ગરીબી છે.
એ નોંધવું જરૂરી છે કે કોઈ પણ વિસ્તારમાં ગરીબી માપવાની ઘણી રીતો છે અને વિવિધ અભ્યાસો અને અહેવાલોના પરિણામો અલગ અલગ હોઈ શકે છે.
Trending Photos