PICS: ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું, J&K ના CJM ની બે પુત્રીઓના રોડ અકસ્માતમાં દર્દનાક મોત
નવી દિલ્હી: અમૃતસર ચંડીગઢ હાઈવે પર સોમવારે રાતે થયેલા એક અકસ્માતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ Chief judicial magistrate Reasi (Jammu and Kashmir) સૈયદ અદનાનની બંને પુત્રીઓના દર્દનાક મોત થયા. તેમના મૃતદેહને મંગળવારે સુપુર્દ એ ખાક કરાયા હતા.
જમ્મુ અને કાશ્મીરના પૂંછના રહીશ એવા અદાનના સૈયદની મોટી પુત્રી ઝાવા Zahva Adnan (22) ની સોમવારે ચંડીગઢમાં MBBS ની પ્રવેશ પરીક્ષા હતી જ્યારે નાની બહેન અક્સા Aqsa Adnan (18) એ મોટી બહેન સાથે જવાની જીદ પકડી હતી. પિતા સૈયદે કારમાં એકલા જવાની ના પાડી એ દરમિયાન ઝાવાની જમ્મુ નિવાસી મિત્રનો ફોન આવ્યો કે તે પોતાની બહેન અને ભાઈ સાથે ચંડીગઢ ફરવા જઈ રહ્યા છે તો તે ઈચ્છે તો તેમની સાથે આવી શકે છે. જેના પર સૈયદે મંજૂરી આપી. (પરિવારનો ઝાયરા વસીમ સાથે ફાઈલ ફોટો)
મળતી માહિતી મુજબ પરીક્ષા આપ્યા બાદ સાંજે પાછા ફરતી વખતે તેમની સખી આગળની સીટ પર બેઠી હતી જ્યારે તેનો ભાઈ ગાડી ચલાવતો હતો. ઝાવા અને અક્સા દરવાજા તરફ બેઠા હતા અને આ દરમિયાન આ અકસ્માત સર્જાયો. અત્રે જણાવવાનું કે મૃતક બહેનોના કાકા એઝાઝ ખાન નેશનલ કોન્ફરન્સના લીડર છે.
Trending Photos