close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઉજ્જૈન: શ્રાવણના સોમવારે મહાકાલેશ્વર મંદિરમાં થઈ ભવ્ય ભસ્મ આરતી, જુઓ PHOTOS

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. બાર જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થવા માટે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા.   

Aug 12, 2019, 09:18 AM IST

બાબાના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોડી રાતે 1 વાગ્યાંથી જ મંદિરની લાઈનમાં ઊભેલા જોવા મળ્યાં. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભસ્મ આરતીમાં સામેલ થવા માટે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતાં. સવારે 2.30 વાગ્યાથી મંદિરમાં ભસ્મ આરતી શરૂ થઈ જેમાં દૂધ, દહી, ઘી, મધ, ફળ, ફૂલ વગેરેથી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. એવી માન્યતા છે કે શ્રાવણના સોમવારે શિવના દર્શનથી જે માંગો તે મળે છે. 

1/4

ફૂલોથી કરાયો બાબાનો શ્રૃંગાર

ફૂલોથી કરાયો બાબાનો શ્રૃંગાર

બાબા મહાકાળનો ફૂલોથી શ્રૃંગાર કરાયા બાદ બાબાની આરતી શરૂ  થઈ. ઢોલ નગારા અને મંદિરની ઘંટીઓ વચ્ચે મંજીરા સાથે બાબા મહાકાલની આરતી શરૂ થઈ.  જેમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયાં. 

2/4

બધાની મનોકામના પૂરી કરે છે બાબા ભોલેનાથ

બધાની મનોકામના પૂરી કરે છે બાબા ભોલેનાથ

એવી માન્યતા છે કે શ્રાવણના સોમવારે વ્રત રાખનારા શ્રદ્ધાળુઓ આજના દિવસે મહાકાલના મંદિરમાં પૂજા અભિષેક કરે તો ભોલે તેમની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. આજે સાંજે 4 વાગે મહાકાલ મંદિરથી બાબા પાલખીમાં સવાર થઈને પોતાની પ્રજાના હાલચાલ જાણવા માટે નગર ભ્રમણ પર નિકળશે. 

3/4

મંત્રીજીએ પણ કર્યાં બાબાના દર્શન

મંત્રીજીએ પણ કર્યાં બાબાના દર્શન

મધ્ય પ્રદેશના મંત્રી જયવર્ધન સિંહ પણ બાબાની ભસ્મ આરતીના દર્શન માટે ઉજ્જૈન પહોંચ્યા હતાં. મહાકાલ બાબાનો પંચામૃત અભિષેક પૂજન કરાયું હતું. શ્રદ્ધાળુઓ મહાકાલની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળ્યાં. ભસ્મ આરતી દરમિયાન મહાકાલનો ભાંગથી અદ્ભૂત શ્રૃંગાર કરાયો હતો. 

4/4

નગર યાત્રા પર નિકળશે બાબાની સવારી

નગર યાત્રા પર નિકળશે બાબાની સવારી

શ્રાવણમાં દરેક જણ પોતાની મુરાદ લઈને બાબા પાસે આવે છે. એવી માન્યતા છે કે શ્રાવણના સોમવારનું વ્રત રાખનારા શ્રદ્ધાળુઓ આજના દિવસે મહાકાલ મંદિરમાં પૂજા અભિષેક કરે તો તેમની બધી ઈચ્છાઓ ભગવાન શિવ પૂરી કરે છે. આજે સાંજે 4 વાગે મહાકાલ નગર યાત્રાએ નિકળશે જેમાં ચંદ્ર મોલેશ્વરના સ્વરૂપમાં ભગવાન શિ શ્રદ્ધાળુઓને દર્શન આપશે.