કાબુ ગુમાવતા ખાઇમાં પડી બસ, 12થી વધુ યાત્રીઓ ઘાયલ

રવિવારની વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ મહિંદ્રા ટ્રાવેલ્સની એક બસ બાસ્તાનાર ઘાટી ચઢતા સમયે બસ ચાલકે કાબુ ગુમાવી દેતા ઘાટની પાસે ખાઇમાં પડી હતી

રવિવારની સવારે છત્તીસગઢમાં એક મોટી ઘટના બનતા-બનતા ટળી હતી. હકીકતમાં, રવિવારની વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ મહિંદ્રા ટ્રાવેલ્સની એક બસ બાસ્તાનાર ઘાટી ચઢતા સમયે બસ ચાલકે કાબુ ગુમાવી દેતા ઘાટની પાસે ખાઇમાં પડી હતી. આ ઘટનામાં અંદાજે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી મુજબ બસ નંબર CG19 F 0289 સવારે 5 વાગે જગદલપુરથી ગીદમ જઇ રહી હતી. ત્યારે બાસ્તાનારની ઘાટિઓ પેસ આ બસ દુર્ધટના સર્જાઇ હતી. જેમાં કેટલાક યાત્રીઓ ઘાયલ થયા હતા.

1/7

40થી વધુ યાત્રીઓ કરી રહ્યા હતા મુસાફરી

40થી વધુ યાત્રીઓ કરી રહ્યા હતા મુસાફરી

મળતી જાણકારી મુજબ બસમાં 40થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ કોઇપણને ગંભરી ઇજા પહોંચી ન હતી અને કોઇના મોતના સમાચાર મળ્યા નથી.

2/7

CRPFના જવાનોએ કરી મદદ

CRPFના જવાનોએ કરી મદદ

ઘટનાની જાણ થતા CRPFના જવાનોએ સ્થળ પર પહોંચી બસમાં ફસાયેલા લોકોને બહાર નીકળવામાં મદદ કરી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી યાત્રિઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

3/7

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલાયા

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલાયા

પ્રાથમિક સારવાર પછી બધા ઘાયલોને ઘટના સ્થળથી હોસ્પિટલ લઇ જવાયા હતા.

4/7

જગદલપુરથી બીજાપુર જઇ રહી હતી બસ

જગદલપુરથી બીજાપુર જઇ રહી હતી બસ

મળતી જાણકારી મુજબ, મહિંદ્રા ટ્રાવેલ્સની આ બસ રવિવારે જગદલપુરથી બીજાપુર જઇ રહી હતી. ત્યારે બાસ્તાનારની ઘાટી ચઢતા સમયે ચાલકે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી.

5/7

લોકોની અવાજ સાંભળી સ્થળ પર પહોંચ્યા જવાન

લોકોની અવાજ સાંભળી સ્થળ પર પહોંચ્યા જવાન

આ ઘટના પછી બસમાં બેઠેલા બધા જ યાત્રીઓ ડરી ગયા હતા અને ચીસો પાડી રહ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળની નજીક જવાનો આ યાત્રીઓનો અવાજ સંભાળી સ્થળ પર પહોંચયા હતા અને લોકોની મદદ કરી હતી.

6/7

પહાડી રસ્તા પર બની ઘટના

પહાડી રસ્તા પર બની ઘટના

તમને જણાવી દઇએ કે આ પહેલીવાર નથીં કે આવી ઘટના બની હોય. જ્યારે બાસ્તાનારની ઘાટીમાં પહેલા પણ આવી દુર્ઘટના બની ચુકી છે.

7/7

મહિંદ્રા ટ્રાવેલ્સની બસ

મહિંદ્રા ટ્રાવેલ્સની બસ

હાલમાં જ 27 જુલાઇએ પણ મહિંદ્રા ટ્રાવેલ્સની એખ બસ દુર્ધટનાનો શિકરા બની હતી. જોકે, આ દુર્ધટનામાં કોઇ જાનહાની થઇ નથી.