ધરતી પર 5 એવા જાનવર..જેમની પાસે છે ગજબનો 'સુપરપાવર', તસવીરો જોઈને દુનિયા અચંબિત
પ્રકૃતિની દુનિયા કોઈ વિજ્ઞાન કે ફિક્શન ફિલ્મથી જરાય કમ નથી. અહીં એવા એવા જીવ મળી આવશે કે જેની તાકાતની તો માણસ કલ્પના પણ ન કરી શકે. કોઈ અંધારામાં આંખ વગર જોઈ શકે છે તોકોઈ હંમેશા માટે યુવા રહેવાની ક્ષમતા ધરાવે છે. માણસ જ્યાં મશીનો અને ટેક્નોલોજી પર નિર્ભર છે ત્યાં આ જાનવરો જન્મજાત 'સુપરપાવર' સાથે આવતા હોય છે. આ શક્તિઓ દેખાડા માટે નહીં પરંતુ શિકાર માટે, દુશ્મનોથી બચવા અને કપરી પરિસ્થિતિમાં જીવતા રહેવા માટે હોય છે. ધરતી પર આવા જ 5 અનોખા જાનવરો વિશે જાણો જેમની ક્ષમતાઓ ચોંકાવી દેશે.

ચામાચીડિયું અંધારામાં પણ ઉડતા શિકારને પકડી લે છે. તે અલ્ટ્રાસોનિક અવાજ કાઢે છે જે અથડાઈને પાછો આવે છે. મગજ આ અવાજથી 3D નક્શો બનાવી લે છે. આ જ તાકાતથી તે 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી પણ કીડા પકડી લે છે.
ક્યારેય ન મરનારો જીવ- અમર જેલીફિશ
ઈમ્મોર્ટલ જેલીફિશ વધ્યા બાદ ફરીથી બાળક જેવી અવસ્થામાં પાછી ફરી શકે છે. ઈજા કે ભૂખના સમયે તે પોતાની કોશિકાઓ બદલીને નવું જીવન શરૂ કરી લે છે. તેને જૈવિક અમરતા કહેવાય છે. જો કે કુદરતી દુશ્મનોના કારણે તે હંમેશા માટે જીવિત રહી શકતી નથી.
હરતું ફરતું વીજળી ઘર- ઈલેક્ટ્રિક ઈલ
ઈલેક્ટ્રિક ઈલ 860 વોલ્ટ સુધીનો ઝટકો આપી શકે છે. તેના શરીરમાં ખાસ કોશિકાઓ બેટરીની જેમ કામ કરે છે. આ ઝટકો શિકારને બેહોશ કરવા અને દુશ્મનોથી બચવામાં મદદ કરે છે. હળવા કરંટથી તે ગંદા પાણીમાં રસ્તો અને શિકાર પણ ઓળખી લે છે.
વેષ બદલવામાં માસ્ટર- મિમિક ઓક્ટોપસ
મિમિક ઓક્ટોપસ 15થી વધુ સમુદ્રી જીવોની નકલ કરી શકે છે. ક્યારેક ઝેરી માછલી, ક્યારેક સમુદ્રી સાપ જેવો દેખાય છે. આ રંગ, આકાર અને ચાલ બદલી લે છે. તેના દિમાગની ક્ષમતા કશેરૂકી જીવો જેવી હોય છે અને તેની ભૂજાઓ અલગ અલગ કામ કરી શકે છે.
સૌથી ઝડપી સૂંઘનારો- સ્ટાર નોજ્ડ મોલ
આ મોલના નાક પર 22 ટેન્ટેકલ હોય છે જેમાં 25 હજારથી વધુ સેન્સર હોય છે. તે જમીનની નીચે કંપન અને હળવા ઈલેક્ટ્રિક સિગ્નલથી શિકાર ઓળખી લે છે. તે પાણીની અંદર પરપોટા છોડી પછી પાછા ખેંચીને સૂંઘી પણ શકે છે.
Trending Photos




