હોળીનો રંગોત્સવઃ દેશના વિવિધ ભાગોમાં હર્ષોલ્લાસ અને ભાઈચારા સાથે ઉજવાયો તહેવાર

ભારત દેશમાં વિવિધ સંસ્કૃતિઓનો સંગમ છે અને અનેક ધર્મના લોકો અહીં વસે છે. ભારતમાં અસંખ્ય તહેવારો આવે છે અને બધા જ ધર્મના લોકો સાથે મળીને દરેક તહેવારની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરતા હોય છે. આજે હોળીના તહેવારમાં ભારતના વિવિધ રંગો જોવા મળ્યા હતા. 

નવી દિલ્હી. દેશના લોકોએ આજે હર્ષોલ્લાસ સાથે રંગોના પર્વ હોળીની ઉજવણી કરી હતી. લોકોએ એક બીજા પર અબીલ-ગુલાલ છાંટીને એક બીજાને હોળીની શુભેચ્છા પાઠવી હતી. આધુનિક્તાની સાથે સાથે હોળીના તહેવારની ઉજવણીમાં પણ વિવિધતા આવી છે. હવે લોકો પાર્ટી, ક્લબો વગેરે સ્થળે એક્ઠા થઈને ડીજેના તાલે હોળી ઉજવે છે તો વળી ક્યાં ઝુમ્બા ડાન્સની સાથે પણ હોળીની ઉજવણીનું આયોજન કરાય છે. 

ભાઈચારાનો સંદેશ

1/9
image

પ્રયાગરાજમાં જામા મસ્જિદની બહાર હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને હોળીની ઉજવણી કરી હતી. 

અબીલ ગુલાલ, રંગોમાં રંગાયો લાલ

2/9
image

ચેન્નાઈનો યુવક અબીલ ગુલાલની છોળો વચ્ચે આખો ઢંકાઈ ગયો છે. 

મહિલાઓની હોળી

3/9
image

કોલકાતાની મહિલાઓએ એક-બીજા પર રંગોના ફૂવ્વારા ઉડાવીને હોળી ઉજવી હતી. 

બાળકો પાછળ ક્યાંથી રહે...

4/9
image

મુંબઈના બાળકો એકબીજાને રંગવાની સાથે મસ્તીએ ચડ્યા છે. 

રાહદારીઓને પણ ન છોડ્યા

5/9
image

લખનઉમાં સ્કૂટી પર જતા એક કપલને યુવકોએ રંગ લગાવીને હોળીની શુભેચ્છા પાઠવી હતી. 

બાળકીઓની મસ્તી

6/9
image

પરીક્ષાની સીઝન ચાલી રહી છે, પરંતુ બાળકોએ રંગોના આ તહેવારને મન ભરીને માણ્યો હતો. 

સેન્ડ આર્ટમાં હોળીની શુભેચ્છા

7/9
image

સેન્ડ આર્ટ દ્વારા દેશના લોકોને હોળીની શુભેચ્છા પાઠવવાની સાથે ઈકો-ફ્રેન્ડલી હોળી રમવાની સલાહ આપવામાં આવી હતી. 

વિદેશીઓ પણ રંગાયા ભારતીય રંગમાં

8/9
image

કોલકાતામાં ફરવા આવેલા વિદેશી સહેલાણીઓએ પણ હોળીના રંગમાં રંગાઈ ગયા હતા. 

મસ્તીનું પર્વ

9/9
image

રોંગોના આ પર્વમાં લોકો ભરપૂર મસ્તી કરતા હોય છે. અબીલ ગુલાલની છોળો વચ્ચે યુવતીઓનું સુંદર સ્મિત.