શું આવતા મહિને તબાહ થઈ જશે બ્રહ્માંડ? 6 મોટા ગ્રહો ખેલશે ખતરનાક ખેલ, શું ખરેખર મચાવશે ઉતપાત?
Universe Destroyed: જુલાઈ 2025માં બ્રહ્માંડમાં કંઈક એવું બનવાનું છે જે વર્ષોમાં એકવાર થાય છે. 6 મોટા ગ્રહો એક સાથે મળીને ખતરનાક ખેલ કરવા જઈ રહ્યા છે. આની સીધી અસર પૃથ્વી પર પડી શકે છે.
ઉતપાત મચાવી શકે છે ગ્રહ
જુલાઈ મહિનો બ્રહ્માંડ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, આ મહિનામાં ગ્રહો ઉતપાત મચાવી શકે છે. જુલાઈ 2025માં શનિ, નેપ્ચ્યુન, રાહુ-કેતુ જેવા ગ્રહો વક્રી થશે.
શનિ
કર્મ, ન્યાય અને સમયનો સ્વામી, શનિ વક્રી થશે, જેના કારણે ન્યાયિક બાબતો, નોકરીઓ અને સરકારી યોજનાઓમાં અવરોધો આવી શકે છે.
ગુરુ
ધર્મ, શિક્ષણ અને વિસ્તરણનો ગ્રહ ગુરુ વક્રી થવાથી આર્થિક નિર્ણયોમાં ભ્રમ અને ખોટા રોકાણોની સંભાવના વધી શકે છે.
બુધ
આ ગ્રહની વક્રી ગતિ કોમ્યુનિકેશન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી છે, તેના કારણે ડેટા લોસ, નેટવર્ક ફેલિયર અને ગેરસમજણો થઈ શકે છે.
શુક્ર
સંબંધો, પ્રેમ અને કલાના ક્ષેત્રમાં મૂંઝવણ અને બ્રેકએપ જેવી સ્થિતિ જોવા મળી શકે છે.
નેપ્ચ્યુન
આ ભ્રમ અને કલ્પનાનો ગ્રહ છે. તેની ઉલટી ચાલથી માનસિક મૂંઝવણ, છેતરપિંડી અને ગેરસમજ તરફ દોરી શકે છે.
પ્લુટો
ગોપનિયતા અને પરિવર્તનનો ગ્રહ છે, જેનાથી રહસ્યોનો ખુલાસો થશે, શક્તિ સંઘર્ષ અને રાજકીય ઉથલપાથલનો શક્ય છે.
કુદરતી આફતોની સંભાવના
ખગોળીય અસંતુલન હવામાન પ્રણાલીને અસર કરી શકે છે. ખાસ કરીને જ્વાળામુખી, ભૂકંપ અથવા અસામાન્ય તોફાનો થવાની સંભાવના છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos