અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી મે મહિનાની તારીખ
Ambalal Ni Agahi : ગુજરાતમાં આકરી ગરમથી લોકો અકળાયા છે. ત્યારે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે. આજે 25 મેથી સતત વાતાવરણમાં પલટા આવશે. રાજ્યના કેટલાક જિલ્લામાં હવામાન બદલાશે
અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, 25 એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની કરી આગાહી છે. તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે.
ધૂળનું તોફાન આવશે - પરેશ ગોસ્વામી
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પરિવર્તન આવશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે મેના પહેલા અઠવાડિયામાં હવામાન બદલાશે. ત્યાં જ ધૂળવાળુ હવામાન પણ મે મહિનામાં જોવા મળશે. આ સિવાય ધૂળનું તોફાન ચાલશે. કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ 45 કિ.મી સુધી પહોંચી શકે છે.
મે મહિનામાં કમોસમી વરસાદ આવશે
અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. ૮ મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આ બાદ મેથી 4 જુન સુધી અરબી સમુદ્રમાં સાઇકલોનનું નિર્માણ થશે. વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતી 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું તેમનું કહેવું છે.
મે-જુનમાં મોટા પલટા આવશે
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામા બેથી ત્રણ વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનાર સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવીટી બેથી ત્રણ વખત જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. પરંતું 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે.
Trending Photos