Ambalal Ni Agahi : ગુજરાતમાં ભર ઉનાળે વાદળો બંધાયા છે. દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મલ્યો છે. નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે... આ કમોસમી માવઠાથી ખેડૂતોની વધી ચિંતા, તો કેરી પકવતા ખેડૂતો માટે આફત બની શકે છે હવામાન
1/5અંબાલાલ પટેલે કહ્યું કે, 25 એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની કરી આગાહી છે. તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે.
2/5છોટાઉદેપુરમાં ગરમીના ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું છે. વરસાદના છટાં પડતા ખેતીના પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. પરંતું ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદના છટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
3/5હવામાન વિભાગની આગાહી અનુસાર સાપુતારા તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. મોડી રાતે સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
4/5IMDની આગાહી પ્રમાણે, 26 એપ્રિલથી 4 મે સુધી પૂર્વીય પવનો ફૂંકાવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં હવામાન બદલાવાનું છે જ્યાં તોફાની પવન અને કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડી શકે છે. વિભાગે ચેતવણી આપી છે કે આ સમયગાળા દરમિયાન લોકોએ આ સ્થળોએ સતર્ક રહેવું જોઈએ. 26 થી 29 એપ્રિલ 2025 દરમિયાન, ભારતના પૂર્વીય ભાગોમાં વાવાઝોડા, વીજળી અને ભારે તોફાની પવનો સાથે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે.
5/5હવામાન વિભાગે જણાવ્યું હતું કે 26 થી 29 એપ્રિલ દરમિયાન, પૂર્વી ભારત અને પૂર્વી ઉત્તર પ્રદેશના નજીકના ભાગોમાં છૂટાછવાયાથી વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જેમાં વાવાઝોડા, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.