બેન્ક એકાઉન્ટમાં છે 0 બેલેન્સ? છતાં પણ આરામથી થઈ જશે UPI પેમેન્ટ, જાણો લો આ ટ્રિક

UPI Credit Line Service: ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ભારતીય રિઝર્વ બેન્કે ક્રેડિટ લાઈન ઓન UPI સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

ઓનલાઈન પેમેન્ટનો સૌથી સામાન્ય માધ્યમ છે UPI

1/11
image

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આ યુગમાં દરેક વ્યક્તિ રોકડને બદલે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. ગૂગલ પે, પેટીએમ, ફોનપે અને ભીમ એપ દ્વારા થોડીક સેકન્ડમાં યુપીઆઈ પેમેન્ટ થઈ જાય છે. UPI ID તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોય છે. જ્યારે તમે પેમેન્ટ કરો છો, ત્યારે તમારા એકાઉન્ટમાંથી બેલેન્સ કટ થઈ જાય છે.

0 બેલેન્સ પર પણ કરી શકશો UPI

2/11
image

ઘણી વખત બેન્ક ખાતામાં બેલેન્સ ઓછું હોય કે બિલકુલ ન હોવા પર આપણું પેમેન્ટ ડિક્લાઈન થઈ જાય છે. આ કારણે ઘણી વખત દુકાનમાં આપણે શરમનો સામનો કરવો પડે છે. પરંતુ હવે તમારા એકાઉન્ટમાં રૂપિયા ન હોય એટલે કે 0 બેલેન્સ હોય તો પણ તમે મોબાઇલ ફોન દ્વારા UPI પેમેન્ટ કરી શકશો.

NPCI આપે છે ક્રેડિટ લાઇન સર્વિસ

3/11
image

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સાથે ક્રેડિટ લાઇનને લિંક કરવાની સર્વિસ 'ક્રેડિટ લાઇન ઓન UPI' આપે છે. ક્રેડિક લાઈન ઓન UPI સર્વિસની જાહેરાત એપ્રિલ 2023માં કરવામાં આવી હતી. તે એક પ્રકારનું ડિજિટલ ક્રેડિટ કાર્ડ છે, જે પ્રી-એપ્રુવ્ડ લોનની જેમ કામ કરે છે.

ક્રેડિટ કાર્ડની જેમ જ મળે છે લિમિટ

4/11
image

'ક્રેડિટ લાઈન ઓને UPI' માં ક્રેડિટ કાર્ડની જેમ જ ગ્રાહકને ખર્ચ કરવા માટે અમાઉન્ટની એક લિમિટ આપવામાં આવશે. આ માટે તમારે તે બેન્કમાં એપ્લાય કરવાનું રહેશે, જ્યાં તમારું પહેલેથી જ એકાઉન્ટ છે. આ એકાઉન્ટ તમારા UPI ID સાથે લિંક થયેલ હોવું જોઈએ. બેન્ક તરફથી મંજૂરી મળ્યા પછી તમારા એકાઉન્ટમાં રૂપિયા હોય કે ન હોય તમે UPI દ્વારા પેમેન્ટ કરી શકશો.

રૂપિયા ક્યારે ચૂકવવા પડશે?

5/11
image

તમે જેટલી અમાઉન્ટ ખર્ચ કરો છો તે રકમ પર બેન્ક વ્યાજ વસૂલશે. રૂપિયા ચૂકવવા માટે 45 દિવસનો સમય મળે છે. આ સમયગાળા દરમિયાન બેન્ક કોઈ વ્યાજ વસૂલતી નથી. જો તમે 45 દિવસની અંદર ચુકવણી નહીં કરો, તો બેન્ક વ્યાજ લગાવે છે. આ સર્વિસ હાલમાં કેટલીક પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરની બેન્કો સાથે લાઇવ છે. BHIM, Paytm, PayZapp અને G Payમાં પણ તમને આ સર્વિસ મળી જશે.

ગ્રાહકોને કેવી રીતે થશે ફાયદો?

6/11
image

ક્રેડિટ લાઇન સર્વિસ ઈમરજન્સીમાં ખૂબ જ કામ આવે છે. આ સાથે ગ્રાહકોને અલગ-અલગ કાર્ડ રાખવાની જરૂર રહેશે નહીં. તમારા મોબાઇલથી જ તમે UPI દ્વારા પેમેન્ટ કરી શકશો. આ તમારો સમય બચાવશે. કારણ કે ક્રેડિટ કાર્ડ મેળવવામાં થોડો સમય લાગે છે, જ્યારે ક્રેડિટ લાઈન એપ્રુવ થયા બાદ તરત મળી જશે. આ સાથે જ પોઈન્ટ-ઓફ-પરચેઝ ક્રેડિટનો એક્સપીરિયન્સ સીમલેશ થઈ જશે.

ક્યારે લોન્ચ થયું હતું UPI?

7/11
image

2016માં UPIના લોન્ચિંગની સાથે જ ડિજિટલ પેમેન્ટની દુનિયામાં એક ક્રાંતિ આવી. UPIએ સીધા બેન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડી. આ પહેલા ડિજિટલ વોલેટ પ્રચલિત હતા. વોલેટમાં KYC કરવાની ઝંઝટ છે, જ્યારે UPIમાં આવું કંઈ કરવાની જરૂર નથી.

UPI સંબંધિત ખાસ બાબતો

8/11
image

UPI સિસ્ટમ રીઅલ ટાઇમ ફંડ ટ્રાન્સફર પૂરી પાડે છે. એક એપ્લિકેશનમાં ઘણા બેન્ક ખાતા લિંક કરી શકાય છે. UPI ને IMPS ના મોડેલ પર વિકસાવવામાં આવ્યું છે. તેથી તમે UPI એપ દ્વારા 24x7 બેન્કિંગ કરી શકો છો. કોઈને રૂપિયા મોકલવા માટે તમારે ફક્ત તેમનો મોબાઇલ નંબર, એકાઉન્ટ નંબર અથવા UPI ID ની જરૂર પડશે. UPIનો ઉપયોગ કરીને ઓનલાઈન ખરીદી કરવા માટે તમારે OTP, CVV કોડ, કાર્ડ નંબર, એક્સપાયરી ડેટની જરૂર નથી. UPIનો ઉપયોગ કરીને માત્ર રૂપિયા જ નહીં પરંતુ યુટિલિટી બિલની ચુકવણી, ઓનલાઈન શોપિંગ અને ખરીદી પણ કરી શકાય છે.

UPI કેવી રીતે કામ કરે છે?

9/11
image

UPI સર્વિસ માટે તમારે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ તૈયાર કરવાનું હોય છે. આ પછી તેને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવું પડે છે. એકવાર આ થઈ ગયા પછી તમારે બેન્ક એકાઉન્ટ નંબર, બેન્કનું નામ અથવા IFSC કોડ રાખવાની જરૂર નથી. પેમેન્ટ કરનાર ફક્ત તમારા મોબાઇલ નંબરના આધારે પેમેન્ટ રિક્વેસ્ટ પ્રોસેસ કરે છે.

કોણ કરે છે તેને રેગ્યુલેટ?

10/11
image

ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમનું સંચાલન ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પાસે છે. IMPS, RuPay, UPI જેવી સિસ્ટમો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત થાય છે.

કયા દેશોમાં કામ કરે છે ભારતનું UPI?

11/11
image

ભારતનું UPI હવે UAE, શ્રીલંકા, ફ્રાન્સ, ભૂતાન, નેપાળ, સિંગાપોર, મોરેશિયસ, ત્રિનિદાદ અને ટોબેગોમાં કામ કરે છે. રશિયાએ આ અંગે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જ્યારે ઇન્ડોનેશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકામાં હાલ વાતચીત ચાલી રહી છે.