ઉસેન બોલ્ટે 'અંતરિક્ષ'માં લગાવી દોડ, પરપોટાના સ્વરૂપે માણ્યો શેમ્પેઈનનો આનંદ

દુનિયાના સૌથી ઝડપી દોડવીર તરીકે ઓળખાતા ઉસેન બોલ્ટે અંતરિક્ષ જેવા વાતાવરણમાં દોડ લગાવાનો અનુભવ લીધો હતો. 

રીમ્સ(ફ્રાન્સ) : દુનિયાના સૌથી ઝડપી દોડવીર રહી ચુકેલા ઉસેન બોલ્ટે ધરતી પર તો પોતાની ઝડપના ધ્વજ ફરકાવેલા જ છે. હવે તેમણે ઝીરો ગ્રેવિટીના ક્ષેત્રમાં પણ દુનિયાને પોતાની ક્ષમતાનો પરિચય આપતાં રેસ લગાવી છે. વાત એમ છે કે, બોલ્ટે અંતરિક્ષ જેવા વાતાવરણમાં દોડ્યા છે. અંતરિક્ષ જેવું વાતાવરણ ફ્રાન્સમાં એક વિમાનમાં તૈયાર કરાઈ હતી. જેને સામાન્ય રીતે સાયન્ટિફિક રિસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

ઝીરો ગ્રેવિટીમાં ઉસેન બોલ્ટ

1/5
image

આ વિમાનમાં 8 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ઉસેન બોલ્ટે અંતરિક્ષના વાતાવરણમાં દોડ લગાવી હતી. તેમણે ઝીરો ગ્રેવિટી ધરાવતા આ વિમાનમાં અન્ય એસ્ટ્રોનોટ સાથે દોડ લગાવી હતી જ્યાં માનવી હવામાં આમથી તેમ તરતો રહે છે. બોલ્ટે આ અનુભવને ક્યારેય ન ભુલી શકાનારો અનુભવ જણાવ્યો હતો.

અંતરિક્ષયાત્રી સાથે ઉસેન બોલ્ટ

2/5
image

આ અનુભવ અંગે વાત કરતાં બોલ્ટે જણાવ્યું કે, અહીં આવતા પહેલા હું ઘણો જ નર્વસ હતો. અહીં આવ્યા બાદ મારી પ્રથમ પ્રતિક્રિયા હતી, 'ઓહ માય ગોડ'. આ શું થઈ રહ્યું છે. જોકે, થોડા સમય બાદ મને આ વાતાવરણમાં ખુબ જ આનંદ આવવા લાગ્યો હતો.

ઝીરો ગ્રેવિટીમાં શેમ્પેઈન

3/5
image

ઉસેન બોલ્ટે શેમ્પેઈનનો પણ આનંદ માણ્યો હતો. અહીં તેમની પાસે શેમ્પેઈન બોટલમાંથી નિકળીને પરપોટાના સ્વરૂપમાં પહોંચીહતી. શેમ્પેઈન બનાવતી કંપની 'મમ' દ્વારા અંતરિક્ષ માટે એક વિશેષ શેમ્પેઈન તૈયાર કરવામાં આવી છે. કંપનીનું માનવું છે કે, આ ટૂરિઝનમાં તેમને મોટો ફાયદો થશે

ઝીરો ગ્રેવિટી અને ટૂરિઝમ

4/5
image

અમેઝનના સ્થાપક જેફ બેજોઝ અને રિચર્ડ વર્જિન કંપનીના પ્રમુખ રિચર્ડ બ્રેસનન જેવા ઉદ્યોગપતિ દુનિયાનાં શ્રીમંત પ્રવાસીઓને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે. ટેસ્લા કંપનીના ચીફ એલન મસ્ક પણ ચંદ્ર પર પ્રવાસી મોકલવાની યોજના બનાવી રહ્યા છે. 

ફ્રેન્ચ અંતરિક્ષયાત્રી સાથે ઉસેન બોલ્ટ

5/5
image

ઉસેન બોલ્ટને અહીં ખેંચી લાવનારા ફ્રાન્સના પૂર્વ અંતરિક્ષયાત્રી જીન ફ્રાન્સવાએ જણાવ્યું કે, આ ટૂરિઝમમાં ભરપૂર સંભાવનાઓ છે. સામાન્ય પ્રવાસીઓ અંતરિક્ષથી પૃથ્વીને જોઈ શકશે.