વડોદરા દુષ્કર્મ કેસનો પીડિતાનો હચમચાવી દે તેવો મોતનો વીડિયો, ટ્રેનમાં લટકતો મૃતદેહ કરે છે અનેક સવાલો

Fri, 26 Nov 2021-12:37 pm,

ઉલ્લેખનીય છે કે, યુવતીના મેસેજની માહિતી મળતા તેનુ અપહરણ કર્યા બાદ મર્ડર કરવાની પણ થિયરી સામે આવી હતી. જોકે, પોલીસ હજી સુધી આ દિશામાં ચોક્કસ કારણ પર આવી નથી કે આ હત્યા છે કે આત્મહત્યા. આ કેસમાં રોજેરોજ મળી રહેલા પુરાવા નવા નવા દિશા તરફ દોરે છે. ઘટનાના 25 દિવસ બાદ પણ પોલીસ આરોપી સુધી પકડી નથી.   

યુવતીનો વીડિયો અનેક સવાલો કરે છે અને આપઘાતના થિયરી પર માનવામાં ન આવે. આત્મહત્યા કે હત્યા તે સવાલ હજી વણઉકેલાયો છે, પણ આ વીડિયો અનેક સવાલોના જવાબ આપે છે. ટેકનિકલ પોઈન્ટ્સ એવા છે કે, નીચે પગ અડેલા છે, તેમજ યુવતીની બાજુમાં સીટ પણ અડેલી છે જેથી તે પકડી શકે છે. આમ, યુવતીએ આત્મહત્યા કરી હોય તેવુ માનવામાં આવતુ નથી. પીડિતાએ જે ફંદાથી ફાંસો ખાધો છે તેને ગાંઠ મારવામાં આવી નથી. તો આખરે આત્મહત્યા કરવુ કેવી રીતે શક્ય છે. આમ, આ વીડિયો અનેક સવાલો પેદા કરે છે. પીડિતાની હત્યા કરીને તેને લટકાવી દેવાઈ હોય તેવુ લાગી રહ્યુ છે. 

યુવતીનુ જે દિવસે મોત થયુ હતુ એ રાતે યુવતી ગુજરાત ક્વીન ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્ર જઈ રહી હતી. ત્યારે નવસારીથી કેટલાક લોકો તેનો પીછો કરતા હતા. પીછો કરનારા લોકોએ યુવતીનું અપહરણ કર્યુ હતું. જેમનાથી પીછો છોડાવીને યુવતી ટ્રેનના વોશરૂમમાં ભાગી ગઈ હતી. જ્યાંથી તેણે સંજીવભાઈ નામના શખ્સને મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ 3 નવેમ્બરના રાત્રે 11.31 વાગ્યે મોકલાયો હતો. જે બાદમાં સંસ્થાના સંચાલક હોવાનું ખૂલ્યુ હતું. યુવતીએ ટ્રેનમાં  બેસીને સંજીવભાઈ પાસેથી મદદ માંગી હતી. તેણે અંગ્રેજીમાં મેસેજમાં લખ્ય હતુ કે, “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow... parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..”

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link