જમીન વેચી, ધંધો પડી ભાંગ્યો...પિતાનું બલિદાન અને વૈભવ સૂર્યવંશીની સફળતાની કહાની

Vaibhav Suryavanshi : ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી હતી. 14 વર્ષની ઉંમરે તે T20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. બિહારના સમસ્તીપુરથી શરૂ થયેલી વૈભવની આ સફર સરળ નહોતી.

1/6
image

Vaibhav Suryavanshi : એક પિતા પોતાના બાળકને સફળ બનાવવા માટે ગમે તે કરે છે. પિતાની ઈચ્છા હોય છે કે તેનું બાળક તેનાથી આગળ વધે. વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવ સૂર્યવંશીનો પણ આવો જ વિચાર હતો. વૈભવના પિતા વ્યવસાયે ખેડૂત છે, પરંતુ તેમના પુત્રને ક્રિકેટર બનાવવાનું સપનું હતું. 

2/6
image

બિહારના સમસ્તીપુર જિલ્લાના નાના ગામ તાજપુર બ્લોકના રહેવાસી વૈભવના પિતા ખેતીકામ કરતા હતા. સમસ્તીપુર જેવા નાના શહેરમાં ક્રિકેટ જેવી રમત માટે સારી તાલીમ અને કોચિંગની સુવિધા ઉપલબ્ધ નહોતી. 

3/6
image

વૈભવ સૂર્યવંશી માત્ર 14 વર્ષનો છે. 14 વર્ષના બાળકો શાળાએ જતા હોય છે, પરંતુ વૈભવ જે રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈન્ટરનેશનલ લેવલના બોલરોને પછાડી રહ્યો છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. 

4/6
image

વૈભવ પાસે હજુ ઘણો સમય છે. ત્યારે એમ કહી શકાય કે વૈભવ માટે તેની સૌથી મોટી મૂડી, જમીન વેચવાનું તેના પિતાએ લીધેલું જોખમ સફળ રહ્યું.

5/6
image

વૈભવે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વૈભવ આ લીગમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે ભારતના યુસુફ પઠાણને પાછળ છોડી દીધો છે. 

6/6
image

વૈભવને IPL મેગા ઓક્શનમાં રાજસ્થાનની ટીમે 1.1 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો. વૈભવે જે રીતે ગુજરાત ટાઇટન્સના બોલરોને ધોયા છે તે જોઈને સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.