ચૂંટણી પરિણામો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જયા પ્રદાની આ તસ્વીરો

એક સમય જયા પ્રદા માટે ચૂંટણી પ્રચારમાં દિવસ રાત એક કરનારા આઝમ ખાન આ વખત યૂપીના રામપુર સીટ પરથી આમને-સામને છે. 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં સાત તબક્કાનું મતદાન પૂરુ થયા બાદ આજે (23 મે) લોકસભા ચૂંટણી પરિણામ 2019 આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશની 80 લીટોના પરિણામો પર બધાની નજર ટલેકી છે. મતગણના શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી આવેલા ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ 340 સીટો પર આગળ ચાલી રહ્યું છે. આ વચ્ચે અભિનેત્રી જયા પ્રદાની કેટલિક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં જયા પ્રદા બાબા લક્ષ્મણ સમાધિ પર પૂજા કરતી જોવા મળી રહી છે. 

ભાજપમાં જોડાયા

1/5
image

મહત્વનું છે કે સમાજદાવી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહી ચુકેલી અભિનેત્રી જયા પ્રદા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઇ ગયા હતા. 

રામપુર સીટ પરથી આઝમ ખાનને આપી રહ્યાં છે ટક્કર

2/5
image

એક સમયે જયા પ્રદા માટે ચૂંટણી પ્રચારમાં દિવસ રાત એક કરનારા આઝમ ખાન આ વખતે યૂપીની રામપુર સીટ પર આમને-સામને છે. 

આઝમ ખાન આગળ ચાલી રહ્યાં છે

3/5
image

અત્યાર સુધી આવેલા ટ્રેન્ડ પ્રમાણે આઝમ ખાન જયા પ્રદા કરતા આગળ ચાલી રહ્યાં છે. 

1994માં રાખ્યો હતો રાજનીતિમાં પગ

4/5
image

તેલુગૂ ફિલ્મો અને બોલીવુડમાં પોતાના અભિયનથી લોકોના દિલ જીતી ચુકેલી જયા પ્રદાએ વર્ષ 1994માં તેલુગૂ સિનેમાના દિગ્ગજ અભિનેતા, ડાયરેક્ટર અને રાજનેતા એનટી રામારાવના કહેવા પર રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. 

1994માં આંધ્ર પ્રદેશમાં કર્યો હતો ચૂંટણી પ્રચાર

5/5
image

વર્ષ 1994માં જયા પ્રદાએ આંધ્ર પ્રદેશમાં ઘણી સીટો પર ચૂંટણી પ્રચાર કર્યો હતો.