મર્ચન્ટ પ્રિન્સના નામથી જાણીતા અઢળક સંપત્તિના માલિક હતા આ ગુજરાતી વેપારી, અંગ્રેજો અને મુગલોને આપતા હતા લોન

ઔરંગઝેબની કબરની ચર્ચા વચ્ચે વિરજી વોરા, સુરતના ધનીક વેપારીની કહાની સામે આવી છે. મુગલો અને અંગ્રેજોને લોન આપનાર વિરજીએ ઔરંગઝેબની પણ મદદ કરી હતી. તેઓ અફીણ, સોના અને અન્ય વસ્તુઓનો વેપાર કરતા હતા.

1/4
image

સુરતઃ આજથી આશરે 400 વર્ષ પહેલા ગુજરાતના સુરતમાં એક મોટા ઉદ્યોગપતિ રહેતા હતા. તે સમય તેઓ ભારત જ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનીક ઉદ્યોગપતિ હતા. અમે વાત કરી રહ્યાં છીએ વિરજી વોરા (Virji Vora) ની. વર્ષો પહેલા ભારતના વિરજી વોરા ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા. કારોબારીની સાથે સાથે તે એક સાહૂકાર પણ હતા. તે એટલા ધનવાન હતા કે અંગ્રેજો અને મુગલો પણ વિરજી વોરા પાસેથી લોન લેતા હતા અને અંગ્રેજ તેમને મર્ચન્ટ પ્રિન્સના નામથી બોલાવતા હતા.  

કેટલી હતી વિરજી વોરાની સંપત્તિ

2/4
image

17મી સદીના વિરજી વોરા તે સમયે ખૂબ ધનવાન હતા. વિરજી વોરાની કુલ સંપત્તિની વાત કરીએ તો તે 24000 અબજ ડોલર હતી. ગુજરાતના સુરતના વિરજી વોરાએ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પણ લોન આપી હતી. સાથે તે મુગલોને પણ લોન આપતા હતા.

મોટા ઉદ્યોગપતિ હતા વિરજી વોરા

3/4
image

વિરજી વોરાનો કારોબાર માત્ર ભારત જ નહીં વિદેશોમાં પણ ફેલાયેલો હતો. તેઓ મસાલા, સોના-ચાંદી, અફીણ, હાથી દાંત જેવી વસ્તુઓની આયાત-નિકાસ કરતા હતા. સે સમયે ફારસની ખાડી, લાલ સાગર અને દક્ષિણ-પૂર્વ એશિયન દેશોમાં વિરજી વોરાના કારોબારની ઓફિસ હતી. મર્ચન્ટ પ્રિન્ટના નામથી જાણીતા વિરજી વોરા બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મસાલા વેચતા હતા. તો ઈસ્ટ ઈન્ડિયા કંપની તેમની પાસેથી લોન પણ લેતી હતી. તે આગરા, બુરહાનપુર, દક્કનના ગોલકુંડા, પશ્ચિમી કિનારે ગોવા, માલાબારમાં કાલીકટ અને બિહાર સાથે પણ કારોબારી સંબંધ ધરાવતા હતા.

ઉધાર આપી કરી હતી ઔરંગઝેબની મદદ

4/4
image

કેટલાક ઈતિહાસકારો અનુસાર વિરજી વોરાનો સંબંધ મુગલો સાથે પણ હતો. તે મુગલોને લોન આપતા હતા. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે મુગલ બાદશાહ ઔરંગઝેબ જ્યારે ભારતના દક્કન ક્ષેત્રને જીતવા માટે યુદ્ધ દરમિયાન નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતા, ત્યારે વિરજી વોરાએ ઔરંગઝેબને પૈસા ઉધાર આપી તેની મદદ કરી હતી.