વિટામિન B12ની કમી થવા પર શરીર જોવા મળે છે આ લક્ષણ, હાથ-પગમાં થઈ શકે છે આ સમસ્યા
Vitamin B12 Deficiency Symptoms: વિટામિન B12 શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે. આ વિટામિન લાલ રક્તકણોનું નિર્માણ, નર્વસ સિસ્ટમ અને મગજના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B12ની કમીથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ વિટામિન B12ની કમીના લક્ષણો અને કારણો.
થાક અને નબળાઈ
વિટામિન B12ની કમીને કારણે શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ઓછું થઈ જાય છે જેના કારણે શરીરમાં થાક, નબળાઈ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણો જોવા મળે છે.
હાથ-પગમાં ખાલી ચડવી અને કળતર
વિટામિન B12ની કમીને કારણે રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થાય છે જેના કારણે હાથ-પગમાં કળતર અને ખાલી ચડવા જેવી સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં આ સંકેતને અવગણશો નહીં.
નર્વસ સિસ્ટમ સાથે સંબંધિત સમસ્યાઓ
વિટામિન B12ની કમી નર્વસ સિસ્ટમ પર પણ અસર કરી શકે છે. નર્વસ સિસ્ટમ પર અસરને કારણે મેમરી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ત્વચા પીળી પડવી
વિટામિન B12ની કમીને કારણે શરીરમાં લોહીની કમી થઈ શકે છે, જેના કારણે ત્વચા પીળી પડી શકે છે. આ સિવાય કેટલાક લોકોને મોં કે જીભમાં ચાંદા કે સોજાની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં આ સંકેતોને અવગણશો નહીં. સમયસર ડોક્ટર પાસે જાઓ અને સારવાર લો.
માનસિન સમસ્યા
વિટામિન B12ની કમીને કારણે ડિપ્રેશન, ચીડિયાપણું અને હેલ્યુશિનેશન વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
વિટામિન B12ની કમીના કારણો
ડાયટમાં કમીને કારણે શરીરમાં વિટામિન B12ની કમી થઈ શકે છે. શાકાહારીઓને વિટામિન B12ની કમીનું જોખમ વધારે હોઈ શકે છે. ડાયટ ઉપરાંત પ્રોટીનની કમી પણ વિટામિન B12ની કમીનું કારણ બની શકે છે, કારણ કે આંતરડાને વિટામિન B12ના શોષણ માટે વિશેષ પ્રોટીનની જરૂર હોય છે.
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે તમારા સ્વાસ્થ્ય અથવા ત્વચા સાથે સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
Trending Photos