ભારતમાં લોન્ચ થશે Vivo X70 સીરીઝ! 12GB રેમવાળા ફોનમાં ઘણા ફીચર્સ

નવી દિલ્હી: જાણિતી ટેક કંપની VIVO એ સપ્ટેમ્બરની શરૂઆતમાં ચીનમાં પોતાની ફ્લેગશિપ  X70 સીરીઝ લોન્ચ કરી હતી. હવે VIVO તેને ભારતમાં પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની ભારતમાં 2 નવા ફોન રજૂ કરવાની તૈયારીમાં છે. આ સીરીઝમાં X70 Pro, અને  X70 Pro+ લોન્ચ થશે. 
 

30 સપ્ટેમ્બરના રોજ થશે લોન્ચ

1/4
image

Vivo એ જાહેરાત કરી છે કે 30 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગે તે X70 સીરીઝ માટે એક ઓનલાઇન ઇવેન્ટની મેજબાની કરશે. કંપની દ્વારા અપલોડ ટીઝર ઇમેજમાં VIVO X70 Pro અને X70 Pro+ જોવા મળી રહ્યા છે. 

શાનદાર કેમેરાથી સજ્જ સુંદર તસવીરો

2/4
image

ફોનમાં 256GB UFS 3.1 સ્ટોરેજનો વિકલ્પ પણ છે. ડિવાઇસમાં f/2.45 અપર્ચરવાળા 32MP નો સેલ્ફી કેમેરા પણ સામેલ છે. Vivo X70 Pro માં 50 MP ના પ્રાઇમરી IMX766V સેંસર, 12MP ના અલ્ટ્રાવાઇડ લેંસ, 2x ઝૂમવાળા 12MP ના ટેલીફોટો લેન્સ અને 5x ઓપ્ટિકલ ઝૂમવાળો 8MP નો પેરિસ્કોપ લેંસ છે.  

Vivo નું લાજવાબ પ્રોસેસર

3/4
image

Vivo X70 Pro Plus માં Snapdragon 888 Plus SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 12GB રેમ અને 512GB સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 4500mAh ની બેટરી આપવામાં આવી છે જે 55W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તો બીજી તરફ Vivo X70 Pro માં 6.56 ઇંચની FHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120Hz અને ટચ સેંપલિંગ રેટ 300Hz છે.

સારો બેટરી બેકઅપ

4/4
image

તેમાં 4,500Mah ની બેટરી છે જે 55W રેપિડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.  VIVO X70 Pro+ માં 6.78 ઇંચની QHD+ (3200 x 1440 પિક્સલ) એમોલેડ ડિસ્લ્પે છે. જેમાં 20:9 આસ્પેક્ટ રેશિયો અને ખૂબ એજ કર્વ છે.