આગામી 3 કલાક સાચવજો, આ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે આવશે વરસાદ

Weather Update : સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ કલાકમાં પડશે ભારે વરસાદ... હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી... 4 વાગ્યા સુધીમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં પડશે વરસાદ...
 

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે આગાહી

1/3
image

હવામાન વિભાગે આગામી 3 કલાકનું નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં બપોરે 1 કલાકથી આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. હવામાન વિભાગની આગામી 3 કલાકમાં છૂટાછવાયા, ભારે માધ્યમ, હળવા, વરસાદની આગાહી કરી છે. પવનની ગતિ 62 થી 87 કિલો મીટર પ્રતિ કલાકે ફૂંકશે...

ક્યાં ક્યાં આવશે વરસાદ

2/3
image

આજે અમરેલી જૂનાગઢ, ગીર, સોમનાથ, દિવ, રાજકોટ, ભાવનગરમાં ગાજ વીજ ભારે પવન સાથે ભારેથી માધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર, બોટાદ, ડાંગ સાબરકાંઠા, ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. 

આ જિલ્લાઓમાં પણ આવશે વરસાદ

3/3
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહીસાગર, કચ્છ ગાજવીજ સાથે હોવા વરસાદની આગાહી છે.