Gujarat Rain Alert : સોમવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. ગુજરાતમાં આજે 20 જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે. હવામાન વિભાગે લેટેસ્ટ નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 વાગ્યાથી રાજ્યમાં વરસાદની આગાહી છે.
1/4ગુજરાત પર માવઠાનું સંકટ હજુ પણ યથાવત છે. બે દિવસ 20 જેટલા જિલ્લામાં વરસાદની શક્યતા છે. સોમવારે રાજ્યના 20 તાલુકામાં વરસાદ પડ્યો. તાપીના કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ પડ્યો. આજે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે. મધ્ય ગુજરાતમાં પણ માવઠું આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહિવત છે.
2/4હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી કહી છે કે, 12 અને 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો ત્રણ દિવસના બ્રેક બાદ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતા છે. વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે.
3/4અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે, 25 મેથી 4 જુન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મેથી 4 જુન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા છે. તેના બાદ 28 મેથી 4 જુન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
4/4તેમણે કહ્યું કે, ખેડૂતો માટે ચોમાસુ વહેલું આવવાનું રહેશે. ગુજરાતમાં 15 જુનની આસપાસ પહેલો વરસાદ આવશે. 25 જુનથી 5 જુલાઈ વચ્ચે વરસાદ આવશે. તેના બાદ સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થશે.