હવામાન વિભાગનું મોટું એલર્ટ : 24 કલાક બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
Heatwave Alert In Gujarat : ગુજરાતમાં ગરમીનું જોર વધ્યું છે. રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જોકે, આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 5 દિવસ વાતાવરણ સુકું રહેશે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી શું કહે છે તેના પર એક નજર કરીએ.
ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી
ગરમી અંગે હવામાન વિભાગે કહ્યું કે, આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે. હાલ ઉત્તર પશ્ચિમ - ઉતરના પવન ફૂંકાઈ રહ્યાં છે. પરંતું 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય થશે, જેના કારણે તાપમાન વધશે. અમદાવાદમાં મહતમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.4 નોંધાયું.
માર્ચ કરતા વધુ ગરમી એપ્રિલમાં પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.
ગરમીનો પારો પહેલીવાર આટલો વધ્યો
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨૫ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી કયારેય જોવા મળી નથી. તાજેતરના વર્ષોમાં, ગરમીના મોજા ફક્ત વહેલા જ નથી આવી રહ્યા, પરંતુ તેમની તીવ્રતા પણ વધી રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન, ભારતના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. 11 થી 23 ફેબ્રુઆરી દરમિયાન, દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એક દિવસ માટે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું હતું.
જે રાજ્યોએ ક્યારેય ગરમી અનુભવી ન હતી, ત્યાં ગરમી પડવા લાગી
હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા ભારતીય રાજ્યો સહિતના ઘણા પર્વતીય વિસ્તારો એવા છે, જેમણે ભૂતકાળમાં ક્યારેય ગરમીનો અનુભવ કર્યો નથી, ત્યાં પણ હવે ભારે તાપમાનની આવર્તન વધી રહી છે. કર્ણાટકમાં ૨૦૩૦ સુધીમાં ૨.૦°C સુધી ગરમી પડવાનો અંદાજ છે. જેના કારણે આ પ્રદેશ ભારે ગરમી માટે વધુ સંવેદનશીલ બનશે, જેનાથી સંવેદનશીલ વસ્તી માટે વધુ જોખમ ઊભું થશે.
Trending Photos