ફરી વાવાઝોડું ત્રાટકશે, અંબાલાલ પટેલે નવેમ્બરની આ તારીખનું આપ્યું એલર્ટ
Ambalal Ni Agahi : ગુજરાતનું વાતાવરણ ઠંડી અને કમોસમી વરસાદ વચ્ચે ડામાડોળ થઈ રહ્યું છે. આવામાં અંબાલાલ પટેલે નવી આગાહી કરીને ચેતવણી આપી છે.
ખેડૂતો માટે અંબાલાલની સલાહ

હવામાન નિષ્ણાતે કહ્યું કે, અત્યાર હાલ સવાર માં ઠંડા પવનો ફૂંકાશે. પરંતુ તારીખ 14 બાદ લઘુતમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રહેશે. હત્તમ ઉષ્ણતામાન 30 -31 ડિગ્રી સેલ્સિયસ રહેશે શક્યતા રહેશે. રવિ પાકો માટેનું હવામાન સુધરતું રહેશે. ઘઉં જેવા પાકો તેમજ મસાલા જીરા જેવા પાકો સાનુકૂળ હવામાન રહેશે.
આવી રહ્યું છે વાવાઝોડું

અંબાલાલ પટેલે વાવાઝોડાનું એલર્ટ આપ્યુ છે. તેમણે કહ્યું કે, 24 નવેમ્બર થી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ગાળામાં તારીખ 26 થી નવેમ્બરમાં 28 નવેમ્બર આસપાસ કે તે પહેલા એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. તારીખ 20 ઓક્ટોબરથી વાદળો જણાશે અને નવેમ્બરની આખર તારીખ સુધીમાં જણાશે.
આ દિવસથી થશે કાતિલ ઠંડીની શરૂઆત

ઠંડીની આગાહી કરતા તેમણે કહ્યું કે, ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે એટલે હવે ધીરે ધીરે ઠંડી શરૂઆત થશે. 22મી ડિસેમ્બરથી આકરી ઠંડી ગુજરાતમાં પડશે.
ડિસેમ્બરમાં કમોસમી વરસાદ આવશે

ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્ય અને ઉત્તરના કેટલાક ભાગોમાં અને ગુજરાતના છુટા છવાયા ભાગોમાં થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હાલ લઘુત્તમ તાપમાનમા વધુ ફેરફાર નહી થાય. અમદાવાદમા 15 તો ગાંધીનગરમા 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું. પવનની દિશાના કારણે સવારે અને રાત્રે ઠંડી તો દિવસમાં ગરમીનો અનુભવ થશે. નવેમ્બર મહિનામા સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાયું.
Trending Photos




