પતંગ રસિયાઓ માટે અંબાલાલે પવનને લઈ કરી આવી આગાહી! ઠંડી પાછી આવશે, માવઠું કરશે તહસનહસ!
Ambalal Patel Agahi: ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર અને બાબા વેંગા તરીકે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી અને આગામી હવામાનની સ્થિતિ અંગે મહત્વની આગાહી કરી છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં હવામાનમાં મોટા પલટા આવવાની શક્યતા છે.
ડિસેમ્બરમાં હવામાનનો મિજાજ

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 14 ડિસેમ્બરથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી શકે છે. 16 ડિસેમ્બરના આ દિવસે ઠંડીથી થોડી રાહત મળશે. લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 17 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે.

16 અને 17 ડિસેમ્બર: આ દિવસો દરમિયાન આકાશમાં હળવા વાદળો જોવા મળી શકે છે. સમુદ્ર કાંઠાના ભાગો માં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અને ગાંધીનગર જેવા ભાગોમાં સવારના સમયે ઠંડી રહેવાની શક્યતા છે. 19 થી 21 ડિસેમ્બર દરમિયાન વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે.
પશ્ચિમી વિક્ષેપ (Western Disturbances)

18 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે. આને કારણે દેશના ઉત્તરીય પર્વત પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી હવામાન પલટાઈ શકે છે. ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે. 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની પણ શક્યતા છે. 27 ડિસેમ્બરે હવામાન પલટાની સાથે ઠંડીને વેગ મળી શકે છે.
ઉત્તરાયણ અને જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી

જાન્યુઆરી મહિનામાં વધુ મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે. 11 જાન્યુઆરીની આસપાસ હૃદય ધ્રુજાવતી ઠંડીને વેગ મળશે. જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહે અને ક્યાંક ક્યાંક માવઠું (અણધાર્યો વરસાદ) પડવાની પણ શક્યતા રહેશે.
ઉત્તરાયણ માટે સારા સમાચાર!

પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ પર હવામાન સાનુકૂળ રહેવાની આગાહી છે. 12 અને 13 જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે. 14 અને 15 જાન્યુઆરી (ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ) એ ઠંડીની સાથે પવનની ગતિ તેજ તો ક્યારેક ઓછી રહી શકે છે. એકંદરે, પતંગ રસિયાઓ માટે પતંગ ઉડાડવા માટે સરળતા રહેશે. આ દરમિયાન હવામાનમાં પલટો પણ આવશે અને ઠંડી પણ રહેશે. 17 જાન્યુઆરીએ ઠંડીનું પ્રમાણ ફરી વધશે. 19 જાન્યુઆરીએ હવામાનમાં ફરી બદલાવ જોવા મળી શકે છે.
Trending Photos




